કિયારા અડવાણીને જોઈએ છે આવો બોયફ્રેન્ડ, તમે બની શકો છો ?

મુંબઈ | Jun 23, 2019, 18:46 IST

કિયારાની લિસ્ટના મામલે શાહિદે કહ્યું કે આટલા બધાં ગુણ કોઇપણ છોકરામાં નથી હોતા.

કિયારા અડવાણીને જોઈએ છે આવો બોયફ્રેન્ડ, તમે બની શકો છો ?
કિયારા અડવાણી (ફાઇ ફોટો)

ફિલ્મ કબીર સિંહની જબરજસ્ત ઓપનિંગ પછીથી જ કિયારા અડવાણી બોલીવુડમાં ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં કિયારા એક ચુપ રહેતી કૉલેજ ગર્લનું પાત્ર ભજવે છે જેને શાહિદ ઉર્ફે કબીર સિંહ ખૂબ જ પસંદ કરે છે. જો કે તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તે પોતાનું જ ઘણું નુકસાન કરી બેસે છે.

તાજેતરમાં જ કિયારા અને શાહિદ કબીર સિંહના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં જોવા મળ્યા. આ ઇન્ટરવ્યૂમાં કિયારાને પૂછવામાં આવ્યું કે તમારી માટે આદર્શ બૉયફ્રેન્ડની વ્યાખ્યા શું છે. આ બાબતે કિયારાએ વાત કરતાં કહ્યું કે, કોઇ એવું હોવું જોઈએ જે ખૂબ જ એક્સપ્રેસિવ હોય, જે મને પ્રેમ કરે તો દર્શાવે, ઇમાનદાર હોય, લૉયલ હોય, પર્સનાલિટી સારી હોય અને જે પોતાના માટે કોન્ફિડેન્ટ હોય, અને પરિવારને પ્રેમ કરતો હોય.

આ બાબતે શાહિદે તેને ટોકતાં કહ્યું કે આટલી બધી ક્વૉલિટીઝ તો કોઈનામાં પણ નથી હોતી. ત્યારે કિયારા અડવાણીએ કહ્યું કે ના, એવા કેટલાય લોકો છે. શાહિદે કહ્યું કે તારે એમ કહેવું જોઇતું હતું કોઈ તને કબીર સિંહની જેમ પ્રેમ કરે. ત્યારે કિયારા આડવાણીએ કહ્યું કે એ તો સૌથી મુશ્કેલ છે.

આ પણ વાંચો : આર્ટિકલ 15: આયુષ્માન ખુરાના, અનુભવ સિંહાને મળી રહી છે ધમકી

ઉલ્લેખનીય છે કે પહેલા દિવસે 20.21 કરોડ રૂપિયાની કમાણી સાથે કબીર સિંહ શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી સોલો ફિલ્મ બની ગઈ છે. તેની સાથે વર્ષ 2019ની ટૉપ 5 ઓપનર્સની લિસ્ટમાં ચોથા નંબરે આવી ગઈ છે. આ પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલા વીકએન્ડમાં 50 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લેશે. દેશની 3123 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી ફિલ્મ કબીર સિંહને સારો રિસ્પોન્સ મળ્યો છે તે જોઇને શાહિદ કપૂર અને કિયારા અડવાણીએ સોશિયલ મીડિયા પર ચાહકોનો આભાર પણ માન્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK