સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ લવને પ્રોત્સાહન નથી આપતી કબીર સિંહ: કિઆરા અડવાણી

Jun 10, 2019, 10:36 IST

કિઆરા અડવાણીનું કહેવું છે કે ‘કબીર સિંહ’ સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ લવને પ્રોત્સાહન નથી આપતી.

સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ લવને પ્રોત્સાહન નથી આપતી કબીર સિંહ: કિઆરા અડવાણી
કિઆરા અડવાણી

કિઆરા અડવાણીનું કહેવું છે કે ‘કબીર સિંહ’ સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ લવને પ્રોત્સાહન નથી આપતી. આ ફિલ્મમાં શાહિદ કપૂર એક સર્જ્યન તરીકે જોવા મળશે તો કિઆરા મેડિકલ સ્ટુડન્ટ પ્રીતિની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ વિશે કિઆરાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ દ્વારા અમે લોકોને કહેવા માગીએ છીએ કે સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ માર્ગે ન વળો. એ તમારા અને તમારા પ્રેમ માટે યોગ્ય નથી. અમે કોઈ પણ પ્રકારે એનો પ્રચાર નથી કરતાં.

આ પણ વાંચો : મને કોઈ સારી ઑફર્સ નથી મળી રહી: કોંકણા સેન શર્મા

જોકે એક પાગલ પ્રેમી અને પ્રોટેક્ટિવ પ્રેમીમાં તફાવત છે. કબીર ઑબ્સેસિવ નથી. તે એક પ્રોટેક્ટિવ લવર છે. કબીર તેને ખૂબ પ્રેમ કરે છે. આ એક ભાવુક, ગંભીર, નિર્દોષ અને નવી લવ સ્ટોરી છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK