'કબીર સિંહ'માં શાહિદ કપૂર સાથેના કિસિંગ સીન્સ પર બોલી કિયારા

May 15, 2019, 14:37 IST

'કબીર સિંહ'માં શાહિદ કપૂર સાથેના કિસિંગ સીન્સ પર બોલી કિયારા, મેં ગણ્યા નથી....

'કબીર સિંહ'માં શાહિદ કપૂર સાથેના કિસિંગ સીન્સ પર બોલી કિયારા
શાહિદ કપૂર અને કિયારા અડવાણી

શાહિદ કપૂર કિયારા અડવાણી કિસિંગ સીન - કબીર સિંહના ટ્રેલરમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીને કિસ કરતાં બતાવવામાં આવ્યા છે. જાણો આ બાબતે કિયારા અને શાહિદે શું કહ્યું??

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કિયારા અડવાણીની ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રિલીઝ થતાં જ ટ્રેલર સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ફિલ્મ રિલીઝ પહેલા જ શાહિદ અને કિયારાની જોડીને લોકો પસંદ કરવા લાગ્યા છે. આમ તો તમે ટ્રેલર જોયું હોય તો તેમાં કિયારા અને શાહિદનો એક કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યો છે. આ સીનને લઇને ઘણી ચર્ચા પણ થઇ રહી છે.

એટલું જ નહીં જ્યારે બન્ને કલાકારો ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ પર પહોંચ્યા તો એક રિપોર્ટરે તેમને આ સીનને લઇને પ્રશ્ન પણ પૂછી લીધો. ઇવેન્ટ દરમિયાન રિપોર્ટરે પહેલા શાહિદને તેના જુદા જુદા રૂપને લઇને સવાલ કર્યા જેના શાહિદે ખૂબ જ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યા. ત્યાર પછી તેમણે કિયારાને પૂછ્યું કે ફિલ્મમાં તમારા લગભગ કેટલા કિસિંગ સીન હશે? સવાલ સાંભળીને પહેલા તો ત્યાં હાજર બધાં લોકો હસવા લાગ્યા. ત્યાર પછી, કિયારાએ કહ્યું, મેં ગણ્યા નથી હજી, આ માટે તમારે 21 જૂને ફિલ્મ જોવી પડશે. ત્યારે જ શાહિદ, કિયારાની વાત પૂરી કરતાં કહ્યું "તેના જ પૈસા છે."

આ પણ વાંચો : 75 વર્ષે પણ એક્ટિવ છે તારક મહેતાના 'નટુકાકા', જાણો તેમની સફર તસવીરો સાથે

તમને જણાવીએ કે, 'કબીર સિંહ'માં તમને શાહિદના જુદા જુદા રૂપ જોવા મળશે. પહેલા રૂપ તેનો એ હશે જેમાં તે એક છોકરીને અનહદ પ્રેમ કરે છે અને બીજા રૂપમાં તેને ક્રોધી, સનકી, જિદ્દી અને નશેડી બતાવવામાં આવ્યો છે. જો તમે ટ્રેલર જોશો તો અડધાથી વધુ સમય શાહિદ કપૂર નશો અથવા કોઇના પર ગુસ્સો કરતો અથવા લડાઇ કરતો જોવા મળે છે. 'કબીર સિંહ' 2017માં આવેલી તેલૂગૂ બ્લૉકબસ્ટર 'અર્જુન રેડ્ડી'ની હિંદી રીમેક છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK