વરુણ ધવનની મિસ્ટર લેલેમાં કિયારા અડવાણીને બદલે દેખાશે જાહ્‌નવી

Published: 30th December, 2019 11:58 IST | Mumbai

‘મિસ્ટર લેલે’માં હવે કિયારા અડવાણી નહીં, પરંતુ જાહ્‌નવી કપૂર દેખાશે. જાહ્‌નવી કપૂર પાસે હાલમાં અનેક ફિલ્મો છે.

વરુણ ધવન
વરુણ ધવન

‘મિસ્ટર લેલે’માં હવે કિયારા અડવાણી નહીં, પરંતુ જાહ્‌નવી કપૂર દેખાશે. જાહ્‌નવી કપૂર પાસે હાલમાં અનેક ફિલ્મો છે. તે કાર્તિક આર્યન સાથે ‘દોસ્તાના 2’માં અને ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’માં જોવા મળશે. આ સાથે તે ‘તખ્ત’માં પણ કામ કરી રહી છે અને હવે તેને ‘મિસ્ટર લેલે’ પણ મળી ગઈ છે. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન દેખાશે. તારીખો ન હોવાથી કિયારાએ આ ફિલ્મને અલવિદા કહી દીધુ છે એવુ જાણવા મળ્યુ છે. જોકે આ ફિલ્મમાં જાહ્‌નવીની એન્ટ્રી થતાં લોકોને એક નવી જોડી સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ જોવા મળશે. આ ફિલ્મને શશાંક ખેતાન બનાવશે.

આ પણ વાંચો : ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું શૂટિંગ પૂરું કર્યું જાહ્‌નવી કપૂરે

ટ્રેજિક કૅરૅક્ટર્સથી આકર્ષાય છે જાહ્‌નવી કપૂર

જાહ્‌નવી કપૂરનું કહેવું છે કે તે ટ્રેજિક કૅરૅક્ટર્સ તરફ આકર્ષાય છે. ઝોયા અખ્તરની હૉરર ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જાહ્‌નવી જોવા મળવાની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની આ વેબ-ફિલ્મ ૨૦૨૦ની એક જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ વેબ-ફિલ્મમાં તે એક હૉમ નર્સની ભૂમિકામાં જોવા મળશે. તેને સુરેખા સિકરીની કાળજી લેતી દેખાડવામાં આવશે. પોતાનાં પાત્ર વિશે જણાવતાં જાહ્‌નવીએ કહ્યું હતું કે ‘ઝોયા જે રીતે કૅરૅક્ટર્સને જુએ છે અને એને લખે છે એ ખરેખર વાસ્તવિકતાથી વિટળાયેલું હોય છે. તે કૅરૅક્ટર્સને વિસ્તારપૂર્વક દેખાડે છે. તે જે રીતે કૅરૅક્ટર્સને વળાંક આપે છે એ રીતે અન્ય ફિલ્મ મેકર્સ નથી કરી શકતાં. હું ઝોયાનાં વર્લ્ડમાં દાખલ થવા માગતી હતી અને જોવા માગતી હતી કે કેવી રીતે આ કૅરૅક્ટર્સને તૈયાર કરવામાં આવે છે. મને એ જાણવાની તાલાવેલી હતી. મને લાગે છે કે હું ટ્રેજિક કૅરૅક્ટર્સ પ્રતિ આકર્ષાવ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK