Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ખુશી શાહ એવી અભિનેત્રી જેણે પોતાની પહેલી જ ફિલ્મમાં ભજવ્યા ત્રણ પાત્ર

ખુશી શાહ એવી અભિનેત્રી જેણે પોતાની પહેલી જ ફિલ્મમાં ભજવ્યા ત્રણ પાત્ર

24 February, 2020 08:35 PM IST | Mumbai Desk

ખુશી શાહ એવી અભિનેત્રી જેણે પોતાની પહેલી જ ફિલ્મમાં ભજવ્યા ત્રણ પાત્ર

ખુશી શાહ એવી અભિનેત્રી જેણે પોતાની પહેલી જ ફિલ્મમાં ભજવ્યા ત્રણ પાત્ર


પોતાની પહેલી ફિલ્મમાં ત્રણ ભૂમિકાઓ ભજવ્યા બાદ લોકપ્રિયતા મેળવી રહી છે. 14 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી હૉરર કૉમેડી ડ્રામા ફિલ્મ અફરા તફરીમાં ખુશી શાહે ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં ખુશીએ ત્રણ જુદી જુદી ભૂમિકા ભજવી છે. જેમાં સોનલ, જ્વાલા અને ભૂત એમ ત્રણ પાત્રોનો પૂરતો ન્યાય આપવામાં તે સફળ રહી છે.

પોતાનો અનુભવ શૅર કરતાં ખુશી શાહ કહે છે કે, "આ એક અદ્ભુત અનુભવ હતો અને હું ભાગ્યશાળી છું કે મને મારી પહેલી ગુજરાતી ફિલ્મમાં ત્રણ ભૂમિકાઓ ભજવવા મળી. વ્યક્તિગત રીતે, મને હૉરર પસંદ છે અને મને એક હૉરર કૉમેડી કરવા મળી, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ નવું છે. આ પ્રકારની ફિલ્મ બનાવવી ખૂબ અઘરી છે અને ગુજરાતી પ્રેક્ષકો, જે મોટે ભાગે કૉમેડી જોવાનું પસંદ કરે છે તેમની પ્રશંસા મેળવવી સહેલી વાત નથી."



 
 
 
View this post on Instagram

So this is a gratitude post as I'm really feeling overwhelmed and grateful for a lot of things which are beyond expression but lemme try.... As a child I had always dreamt of being an actress and see myself on the big screen. As I expressed this wish to my father, he also started dreaming the same for me. Time went by, the aspirations became stronger and I started getting closer to my dreams with hell loads of hardwork. But this was still far fetched. I knew the day had to come but what I didn't know was that my father won't be around to see this day. And that broke my heart. But even after he was gone, I still carried his and my dream in the anticipation that I will make him proud one day. And then after 14 years of struggle, hardwork, blood and sweat, came the D day. On 14th of Feb 2020, my film AffraaTaffri released. I saw myself on 70mm for the first time. I wished for my father to be there, sitting by my side, holding my hand to witness his and my dream coming true. I wished my father to tell me that I finally made him proud. But I know this for a fact, that wherever he is, he is very happy, celebrating and showering all his blessings upon me. I wish that I continue to make him happy and when I meet him up there one day, he could tell me in person that I did make him proud. This one is for you papa. I love you. I miss you... ?

A post shared by Khushi Shah (@khushhhhh) onFeb 17, 2020 at 7:44am PST


પ્રથમ ગુજરાતી હોરર કૉમેડી ફિલ્મ એવી અફરા તફરીને દર્શકો પાસેથી પણ પ્રશંસા મળી રહી છે. તેમજ બૉક્સ ઑફિસ પર પણ આ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.


અભિનેત્રી હાલમાં ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે અને ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 08:35 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK