ખુશી શાહે ઈન્સટા લાઈવ પર 15 વર્ષની મિત્રતાની યાદો વાગોળી

Published: Jun 03, 2020, 21:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મમતા સોની સાથે કરી મનભરીને વાતો

લાઈવ ચૅટમાં ખુશી શાહ અને મમતા સોની
લાઈવ ચૅટમાં ખુશી શાહ અને મમતા સોની

અભિનેત્રી ખુશી શાહ લૉકડાઉનને લીધે મળેલા સમયનો ઉત્તમ ઉપયોગ કરી રહી છે. દરમ્યાન તે તેના ફૅન્સ સાથે સતત કૉન્ટેક્ટમાં હોય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર જુની મિત્ર મમતા આર સોની સાથે લાઈવ ચેટ કર્યું હતું, જેમા 15 વર્ષની મિત્રતાની યાદો વાગોળી હતી.

લાઈવ ચેટમાં ખુશી અને મમતાએ 'ફિર એક સાઝીશ'ના શૂટિંગ દરમ્યાન થયેલી પહેલી મુલાકાતની યાદો તાજા કરી હતી. ખુશી અને મમતા બન્ને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે અને બન્ને વચ્ચેની મિત્રતા એટલી ગાઢ છે કે એકબીજાના સારા-ખોટા સમયમાં હંમેશા પડખે ઉભા રહે છે. આ લાઈવ ચેટમાં બન્નેએ યુરોપની ટ્રીપ અને અન્ય જગ્યાની મુલાકાતની વાતો પણ ફૅન્સ સાથે શેર કરી હતી.

લૉકડાઉનમાં બધા જ પોતાના મિત્રોને અને તેમની સાથે ફરવાનું, મળવાનું મિસ કરી રહ્યાં છે. પરંતુ મમતા અને ખુશીએ લાઈવ ચેટ કરીને દેખાડયું હતું કે આવા સમયમાં પણ મિત્રો સાથે કઈ રીતે કનેક્ટેડ રહી શકીએ છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK