ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેની Khaali peeli આ દિવસે રિલીઝ થશે

Updated: 7th September, 2020 16:27 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પૉસ્ટરમાં મેસેજ છે- એક છોકરો, એક છોકરી અને એક પાગલ સવારી. ખટ્ટરે પણ સોશ્યલ મીડિયામાં આ રિલીઝ ડેટ જાહેર કરી છે

ફોટો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ/અનાયા પાંડે
ફોટો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ/અનાયા પાંડે

ઈશાન ખટ્ટર (Ishaan Khatter) અને અનન્યા પાંડેની (Ananya Panday) ફિલ્મ ખાલી પીલી (Khaali peeli)ના નિર્માતાઓએ જણાવ્યું કે, આ ફિલ્મ બે ઑક્ટોબરના રોજ ઝીપ્લેક્સ ઉપર ઓનલાઈન રિલીઝ થશે.

પૉસ્ટરમાં સ્ટુન્ડ ઑફ ધ યરની અભિનેત્રી મુંબઈની ફેમસ કાળી-પીળી ટેક્સીના બોનેટ ઉપર બેઠી છે અને ઈશાન ખટ્ટર ડ્રાઈવર સીટમાં બેઠેલો દેખાય છે. ટેક્સીના છાપરા ઉપર ઝવેરાત અને રોકડાથી ભરેલી એક બેગ પણ છે. જ્યાં ઉપર એક લાઈન પણ લખી છે- ‘લફડા બોલે તો અલગ લેવલ કા!!’

પૉસ્ટરમાં મેસેજ છે- એક છોકરો, એક છોકરી અને એક પાગલ સવારી. ખટ્ટરે પણ સોશ્યલ મીડિયામાં આ રિલીઝ ડેટ જાહેર કરી છે. તેણે બમ્બૈયા ભાષામાં કહ્યું કે, અપન ભી રેડી હે ઓર અપની કાલી પીલી ભી. અભ તુમ ભી હો જાઓ રેડી, આ રહી હે મેડ રાઈડ.

ગયા મહિને જ નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર લૉન્ચ કર્યું હતું. અલી અબ્બાસ ઝફર, હિમાંશુ મહેરા અને ઝી સ્ટુડિયોઝની ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડે સહિત ‘પાતાલલોક’ના એક્ટર જયદીપ અહલાવતનો પણ સમાવેશ છે. 12 જૂને રિલીઝ થનારી આ ફિલ્મને હવે 2 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. 

First Published: 7th September, 2020 16:09 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK