Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઈશાન ખટ્ટર-અનન્યા પાંડેની મસાલા ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર લૉન્ચ

ઈશાન ખટ્ટર-અનન્યા પાંડેની મસાલા ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર લૉન્ચ

24 August, 2020 08:22 PM IST | Mumbai
Gujarati Mid-Day Correspondent | feedbackgmd@mid-day.com

ઈશાન ખટ્ટર-અનન્યા પાંડેની મસાલા ફિલ્મ ‘ખાલી પીલી’નું ટીઝર લૉન્ચ

ખાલી પીલીમાં અનન્યા અને ઇશાન

ખાલી પીલીમાં અનન્યા અને ઇશાન


ઈશાન ખટ્ટર (Ishaan Khatter) અને અનન્યા પાંડે (Ananya Panday)ની મસાલા એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ ખાલી પીલી (Khaali Peeli)નું ટીઝર લૉન્ચ થયું છે. મકબૂલ ખાને ( Maqbool Khan) ડાયરેક્ટર કરેલી આ ફિલ્મે પહેલી વખત ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેને એક મંચ પર લાવી છે.

પ્રોડ્યુસર અલી અબ્બાસ ઝફરે ( Ali Abbas Zafar) કહ્યું કે, ‘ખાલી પીલી એક દેશી મનોરંજન ફિલ્મ છે. ઈશાન, અનન્યાની કેમીસ્ટ્રી અને જયદીપ (Jaideep Ahlawat)ની વિશ્વસનિયતા આ ફિલ્મને શ્રેષ્ઠ બનાવે છે.’




નિર્માતા હિમાંશુ મહેરા ( Himanshu Mehra)એ કહ્યું કે, અમે આ ફિલ્મને દિલથી અને મહેનતથી બનાવી છે. હું સુપર એક્સાઈટેડ છું કે લોકોને ટૂંક સમયમાં આ ફિલ્મ જોવા મળશે. મને વિશ્વાસ છે કે આવા કપરા સમયમાં આ ફિલ્મ લોકોનું મનોરંજન કરશે.

ડાયરેક્ટર મકબુલ ખાને કહ્યું કે, ઈશાન અને અનન્યા સાથે કામ કરવું એ મારા માટે ખુશીની વાત છે. આ બંને પાવરહાઉસે શ્રેષ્ઠ એક્ટિંગ કરી છે. ખાલી પીલી એક યુવા, આકર્ષક, પાગલ રોલર-કોસ્ટરની રાઈડ છે.


ઝી સ્ટુડિયોઝના સીઈઓ શારિક પટેલે કહ્યું કે, આ ફિલ્મ હાઈ-ઓક્ટેન એક્શન, ગીત, ડાંસ અને ભાવનાઓનું સંપૂર્ણ પેકેજ છે. ઘણા લાંબા સમય પછી ‘બંબઈયા ભાષા’નો અનુભવ થશે. હાલના સમયમાં ઓડિયન્સ નવા કન્ટેન્ટ શોધી રહી છે, તેથી અમે આ ફિલ્મ માટે હવે રાહ નહીં જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2020 08:22 PM IST | Mumbai | Gujarati Mid-Day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK