Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'KGF' સુપરસ્ટાર યશના ફૅને કર્યું સુસાઈડ, એક્ટરને લખી પોતાની અંતિમ ઈચ્છા

'KGF' સુપરસ્ટાર યશના ફૅને કર્યું સુસાઈડ, એક્ટરને લખી પોતાની અંતિમ ઈચ્છા

20 February, 2021 05:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'KGF' સુપરસ્ટાર યશના ફૅને કર્યું સુસાઈડ, એક્ટરને લખી પોતાની અંતિમ ઈચ્છા

કેજીએફ એક્ટર યશ

કેજીએફ એક્ટર યશ


સ્ટાર્સને લઈને ફૅન્સમાં હંમેશા ક્રેઝ જોવા મળ્યો છે. સ્ટારની એક ઝલક મેળવવા માટે ફૅન્સ કોઈપણ હદ સુધી જતા રહે છે અને આવું ઘણીવાર જોવા પણ મળ્યું છે. તેમ જ હવે કેજીએફ (KGF) સ્ટાર યશ (Yash)ના એક ફૅને કંઈક એવું કરી દીધું જેના વિશે તમે વિચારી પણ નહીં શકો. યશના ફૅને આ દુનિયાને અલવિદા કહીં દીધું છે.

હકીકતમાં સાઉથ સુપરસ્ટાર યશના ચાહકે આત્મહત્યા કરી લીધી છે અને એક સુસાઈડ નોટ પણ લખી છે. યશના આ ચાહકે મરવા પહેલા પોતાના સુસાઈડ નોટમાં એક્ટરને લઈને પોતાની એક અંતિમ ઈચ્છા વ્યક્ત કરી છે. આ વાતની જાણ થતાં જ યશ ખરાબ રીતે દુ:ખી થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ફૅનના પ્રતિ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.




મીડિયા રિપોર્ટ્સ અનુસાર 25 વર્ષના રામકૃષ્ણ જે કર્ણાટકના માંડ્યા જિલ્લાના રહેવાસીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. રામકૃષ્ણે મરવા પહેલા સુસાઈડ નોટમાં પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. ચાહકે પોતાના નોટમાં લખ્યું કે તેઓ યશ અને રાજ્યમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાના બહુ જ મોટા ફૅન છે. તેમ જ અંતિમ ઈચ્છામાં તેઓ ઈચ્છતા હતા કે તેના અંતિમ સંસ્કારમાં યશ અને સિદ્ધારમૈયા હાજર રહે.


યશે ચાહકને લઈને એક પોસ્ટ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યું છે. તેમણે આ ઘટના પર ટ્વિટ કરતા લખ્યું, 'અમે સ્ટાર્સ તમારી તાળીઓ અને સીટીઓ સાંભળીએ છીએ'. તેમ જ અમારા પર જે પ્રેમ વરસાવે છે, તેમના માટે જીવીએ છીએ? મને તમારાથી (ચાહકો) પાસેથી આની અપેક્ષા નહોતી.' યશનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. તેમ જ ફૅન્સ એના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ ઘટનાએ બધાને હચમચાવી નાખ્યા છે. આવી ઘટના ન ફક્ત તેના પરિવારના માટે પરંતુ દરેક માટે ઘણી દુ:ખદ વાત છે.

નોંધનીય છે કે ટૂંક સમયમાં જ યશ ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'માં નજર આવશે. ફિલ્મમાં યશ સાથે સંજય દત્ત, રવીના ટંડન અને પ્રકાશ રાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 16 જૂલાઈ 2021ના રોજ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2021 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK