Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી ગઈ 'KGF 2'ની રિલીઝ ડેટ, આ દિવસે થશે રૉકી અને અધીરા આમને-સામને

આવી ગઈ 'KGF 2'ની રિલીઝ ડેટ, આ દિવસે થશે રૉકી અને અધીરા આમને-સામને

29 January, 2021 07:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આવી ગઈ 'KGF 2'ની રિલીઝ ડેટ, આ દિવસે થશે રૉકી અને અધીરા આમને-સામને

કેજીએફ એક્ટર યશ

કેજીએફ એક્ટર યશ


ઈન્તેજાર હવે સમાપ્ત થયો અને આ વર્ષની બહુ રાહ જોવાઈ રહેલ ફિલ્મોમાંથી એક કેજીએફ ચેપ્ટર 2 (KGF 2)ની રિલીઝની ડેટ આખરે જાહેરાત કરવામાં આવી ગઈ છે. 16 જૂલાઈએ સંજય દત્ત (Sanjay Dutt)અને યશ (Yash) આમને-સામને થશે. કેજીએફ આમ તો કન્નડ ભાષાની ફિલ્મ છે, પરંતુ એને હિન્દી દર્શકો વચ્ચે પણ ખાસી લોકપ્રિયતા મળી હતી. ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલે કર્યું છે. પહેલી ફિલ્મની સફળતાએ બીજા ભાગ માટે ઈન્તેજાર હજી વધારી દીધો છે.




પ્રશાંત નીલે શુક્રવારે સાંજે 6.32 વાગ્યે તેની રિલીઝ ડેટનો ખુલાસો કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું- કેજીએફ ચેપ્ટર 2 વિશ્વભરના સિનેમાઘરોમાં 16 જૂલાઈ 2021ના રોજ રિલીઝ થશે. જણાવી દઈએ કે કેજીએફ ચેપ્ટર 2માં સંજય દત્ત મુખ્ય વિલન અધીરાનો રોલ પ્લે કરશે. પહેલા ભાગમાં અધીરાની ફક્ત ઝલક જોવા મળી હતી. બીજા ભાગમાં રવીના ટંડન પણ એક મહત્વની ભૂમિકા ભજવતી જોવા મળશે. ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.


આની પહેલા શુક્રવાર સવારે પ્રશાંત નીલે ટ્વિટર દ્વારા પોતાના ફૅન્સને જણાવ્યું હતું કે રિલીઝ ડેટ આજે સાંજે 6 વાગીને 32 મિનિટ પર ઘોષિત કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર 8 જાન્યુઆરીના રોજ યશના જન્મદિવસ પર રિલ્ઝ કરવામાં આવ્યું હતું. કેજીએફ ચેપ્ટર 2નું ક્લાઈમેક્સ ડિસેમ્બરમાં શૂટ કરવામાં આવ્યું હતું. ક્લાઈમેક્સમાં નાયક રૉકી (યશ) અને ખલનાયક અધીરા (સંજય દત્ત) વચ્ચે જબરદસ્ત એક્શન સાથે લડાઈ અને જાનલેવા સ્ટન્ટ જોવા મળશે. યશે પણ રિલીઝ ડેટની જાણકારી આપતા લખ્યું - તમારો સીટ બેલ્ટ બાંધી લો, કારણે તારીખ નક્કી થઈ ગઈ છે.

કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 1 એક બહુ જ સફળ ફિલ્મ છે, જે 2018માં રિલીઝ થઈ હતી. 1960ના દાયકમાં સેટ થયેલી આ પીરિયડ ફિલ્મ હતી, જેમાં કોલર ગોલ્ડ ફીલ્ડ્સને લઈને સક્રિય માફિયાની વાર્તા દર્શાવવામાં આવી હતી. ફિલ્મ તેલુગુ, તમિળ, મલયાલમ અને હિન્દી ભાષામાં ડબ કરીને પણ રિલીઝ કરવામાં આવી હતી. બીજો ભાગ પણ આ ચાર ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મે યશને ઉત્તર ભારતમાં ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરાવી હતી. કેજીએફ ચેપ્ટર 1 એમેઝોન પ્રાઈમ વીડિયો પર ઉપલબ્ધ છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2021 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK