Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેસરીના વે માહી ગીતને મળ્યા બસો મિલ્યન કરતાં વધુ વ્યુ

કેસરીના વે માહી ગીતને મળ્યા બસો મિલ્યન કરતાં વધુ વ્યુ

18 July, 2019 11:15 AM IST | મુંબઈ

કેસરીના વે માહી ગીતને મળ્યા બસો મિલ્યન કરતાં વધુ વ્યુ

અક્ષય કુમાર અને પરિણીતી ચોપડા

અક્ષય કુમાર અને પરિણીતી ચોપડા


‘કેસરી’ના ‘વે માહી’ ગીતને યુટ્યુબ પર બસો મિલ્યનથી વધુ વ્યુ મળ્યા છે. આ ગીતને અરિજિત સિંહ અને અસીસ કૌરે અવાજ આપ્યો છે. આ ગીત અક્ષયકુમાર અને પરિણીતી ચોપડા પર ફિલ્માવવામાં આવ્યું હતું. કરણ જોહર આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર હતો. ગીતને મળેલા વ્યુ પર પોતાની ખુશી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘ગીત ‘વે માહી’ને બસો મિલ્યન વ્યુ મળ્યા છે. ખૂબ જ સુંદર ગીત છે. ગીતને મળેલા પ્રેમ માટે સૌને થૅન્ક યુ. એનું શ્રેય જાય છે ‘કેસરી’ની ટીમને અને કર્ણપ્રિય સંગીતને.’

ટ્‌વિન્કલ ખન્નાએ ૧૦૦ પાઉન્ડ માટે થાંભલા સાથે લટકતા અક્ષયકુમાર પર કટાક્ષ કર્યો



અક્ષયકુમાર ૧૦૦ પાઉન્ડ જીતવા માટે થાંભલા પર લટકી જતાં ટ્‌વિન્કલ ખન્નાએ તેની મજાક ઉડાવી છે. આ બન્ને હાલમાં વેકેશન પર છે. જોકે લોકેશન જાણી શકાયું નથી. ટ્‌વિન્કલે એક વિડિયો શૅર કર્યો છે જેમાં જે વધુ સમય સુધી થાંભલા પર લટકી શકે તેને ૧૦૦ પાઉન્ડ જીતવાનો અવસર મળે છે.


આ પણ વાંચો : આયુષ્માન ખુરાનાએ ટ્વિટર પર સાડી ચૅલેન્જ સ્વીકારતાં શૅર કર્યો સાડીવાળો ફોટો

આ ચૅલેન્જ અક્ષયકુમારે સ્વીકારી લેતાં ટ્‌વિન્કલે તેના પર કટાક્ષ કર્યો છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ટ્‌વિન્કલે કૅપ્શન આપી હતી કે ‘અહીં તે લટકી રહ્યો છે. ફૉર્બ્સના ૧૦૦ સૌથી ધનાઢ્ય લોકોના લિસ્ટમાં નામ આવવાથી તે ખુશ નથી. અહીં પણ તેને વહેલાસર ૧૦૦ પાઉન્ડ કમાવા છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 11:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK