Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Kesari:શીખોના શૌર્યની શાનદાર દાસ્તાન, જુઓ ટ્રેલર

Kesari:શીખોના શૌર્યની શાનદાર દાસ્તાન, જુઓ ટ્રેલર

21 February, 2019 11:40 AM IST |

Kesari:શીખોના શૌર્યની શાનદાર દાસ્તાન, જુઓ ટ્રેલર

'કેસરી'નું એક દ્રશ્ય

'કેસરી'નું એક દ્રશ્ય


અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ કેસરીનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. અક્ષયકુમારે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટ્રેલર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં અક્ષયકુમારની ઓપોઝિટ પરિણીતિ ચોપરા છે. ફિલ્મ ટ્રેલરમાં અક્ષયકુમાર દેશભક્તિનું ઝનુન બતાવી રહ્યા છે. તેમનું જોશ અને ઝનૂન તમારા પણ રૂંવાડા ઉભા કરી દેશે. ટ્રેલર રિલીઝ થવાની ગણતરીની મિનિટોમાં વાઈરલ થઈ રહ્યું છે. અક્ષયની કેસરી 2019માં હોળીના દિવસે રિલીઝ થવાની છે.




 

રોબોટ 2.0 બાદ ફરી એકવાર અક્ષય કુમાર હાજર થઈ ગયા છે. કાળી દાઢી અને કેસરી પાઘડી સાથે અક્ષયકુમાર એંગ્રી યંગ મેનના લૂકમાં દેખાઈ રહ્યા છે, તો પંજાબી સૂટમાં પરિણીતિ ચોપરા સુંદર લાગી રહી છે. ધર્મા પ્રોડક્શનના બેનર અંતર્ગત બનેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર ફરી એકવાર શીખના રોલમાં છે. જુઓ ટ્રેલર 


 

કેસરી એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. અનુરાગ સિંહે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. 1897માં બ્રિટિશ ભારતીય સૈન્યની એક નાનકડી ટુકડી અને અફ્ઘાની સૈન્ય વચ્ચે થયેલા સારાગઢીના યુદ્ધ પર આ ફિલ્મ આધારિત છે. આ યુદ્ધમાં બ્રિટિશ ભારતીય સૈન્યના માત્ર 21 શીખ જાંબાઝોએ 10 હજારની અફ્ઘાન સૈન્ય સામે યુદ્ધ કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2019 11:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK