કેસરી નંદન સિરિયલ યુવા પેઢીને સ્પોર્ટ્સ માટે પ્રેરણા આપશે : મૅરી કૉમ

Updated: 27th December, 2018 14:23 IST

આપણે એવા અનેક શો જોયા છે જેમાં ફૅમિલી સંબંધો અને કપલ્સ વચ્ચેના પ્રેમને દેખાડવામાં આવે છે.

કેસરી નંદન સિરીયલના પ્રમોશનમાં મેરી કૉમ
કેસરી નંદન સિરીયલના પ્રમોશનમાં મેરી કૉમ

‘કેસરી નંદન’ સિરિયલ યુવાઓને સ્પોર્ટ્સ માટે પ્રેરિત કરશે એવું બૉક્સર મૅરી કૉમનું માનવું છે. કલર્સ ચૅનલ પર આ સિરિયલ ૨૦૧૯ની પહેલી જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ સિરિયલમાં ચાહત તેવાની કેસરીના પાત્રમાં જોવા મળશે અને તેના પિતા હનુમંત સિંહની ભૂમિકામાં માનવ ગોહિલ દેખાશે. રેસલિંગ પર આધારિત આ શોના શુક્રવારે લૉન્ચિંગ વખતે હાજર મૅરી કૉમે કહ્યું હતું કે ‘મને શોનો કન્સેપ્ટ ખૂબ જ પસંદ પડ્યો છે. મારા મતે દરેક છોકરીએ આ શો જોવો જ રહ્યો. આપણે એવા અનેક શો જોયા છે જેમાં ફૅમિલી સંબંધો અને કપલ્સ વચ્ચેના પ્રેમને દેખાડવામાં આવે છે. પરંતુ પહેલી વાર આવા પ્રકારનો શો બન્યો છે. હું આ શો સાથે પોતાને જોડી શકું છું, કેમ કે બૉક્સિંગમાં હું કરીઅર બનાવું એ નર્ણિયથી મારા પિતા ખુશ નહોતા. હું માનું છું કે યુવા પેઢી માટે આ શો એક સારી પહેલ છે. તેઓ જ્યારે પણ આ શો જોશે એનાથી તેમને ભારતની સ્પોર્ટ્સ વિશે વધુ જાણકારી મળશે. આ શો તેમને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પણ પૂરાં પાડશે.’

First Published: 25th December, 2018 15:41 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK