Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'કેસરી' ફિલ્મે બીજા દિવસે પણ મચાવી ધૂમ, આટલા કરોડની કમાણી

'કેસરી' ફિલ્મે બીજા દિવસે પણ મચાવી ધૂમ, આટલા કરોડની કમાણી

23 March, 2019 02:03 PM IST |

'કેસરી' ફિલ્મે બીજા દિવસે પણ મચાવી ધૂમ, આટલા કરોડની કમાણી

અક્ષયનો કેસરી લૂક

અક્ષયનો કેસરી લૂક


હોળીના દિવસે અક્ષય કુમારની રિલીઝ થયેલી કેસરીએ પહેલા દિવસે તો બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે અને બીજા દિવસે જોરદાર કમાણી કરતા 37 કરોડ રૂપિયા પાર કરી લીધા છે.

બૉક્સ ઑફિસ પર બેટલ ઑફ સારાગઢીની સ્ટોરીને લઈને બનેલી આ ફિલ્મે ઘરેલૂ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના બીજા દિવસે એટલે કે શુક્રવારે 16 કરોડ 70 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી હતી અને બે દિવસમાં 37 કરોડ 76 લાખ રૂપિયા થઈ ગયા છે.



કેસરી હોળીના દિવસે રિલીઝ થઈ અને ભારતના વધારે શહેરોમાં બપોર સુધી હોળી રમાય છે. ફિલ્મ 3 વાગ્યા બાદ ફિલ્મ જોવાનો ક્રેઝ વધ્યો. કેસરીએ સાંજ સુધી 21 કરોડ ભેગા કર્યા. કેસરીને હૉલીડે વીકેન્ડ મળ્યું અને આજે શનિવારનું કલેક્શન 50 કરોડ પાર કરી જશે અને ચાર દિવસમાં 65થી 70 કરોડ રૂપિયાની વચ્ચે કલેક્શન મળી શકે છે.


કેસરી આ વર્ષે સૌથી મોટી ઓપનર બની અને સાથે જ અક્ષય કુમારની ફિલ્મી કરિઅરમાં પહેલા દિવસે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં ગોલ્ડ બાદ બીજા સ્થાન પર આવી ગઈ છે.

આ પણ વાંચો : Birthday Special: જુઓ 'Quee' કંગનાના બેસ્ટ રૅમ્પ વૉક લૂક્સ


કેસરીને ભારતમાં 3600 અને ઓવરસીઝમાં 600 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ ભારતીય વીરતા અને સાહસની સ્ટોરી છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપડા છે. આ ફિલ્મને પહેલા કરણ જોહરની સાથે સલમાન ખાન પણ પ્રોડ્યૂસ કરવાનો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 02:03 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK