Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC 12 કોરોનાને કારણે બદલાવવો પડશે બિગબીએ પોતાનો લૂક?

KBC 12 કોરોનાને કારણે બદલાવવો પડશે બિગબીએ પોતાનો લૂક?

22 September, 2020 09:11 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

KBC 12 કોરોનાને કારણે બદલાવવો પડશે બિગબીએ પોતાનો લૂક?

કોન બનેગા કરોડપતિ

કોન બનેગા કરોડપતિ


ક્વિઝ શૉ 'કોન બનેગા (Kaun Banega Crorepati 12) કરોડપતિ' સીઝન 12 ટૂંક સમયમાં જ એટલે કે 28 સપ્ટેમ્બરથી નાના પડદે જોવા મળશે. દરેક સીઝનની જેમ આ સીઝનમાં પણ શૉના હોસ્ટ મહાનાયક (Amitabh Bachchan)અમિતાભ બચ્ચનો લૂક કેવો હશે. એ જિજ્ઞાસાનો વિષય છે. બિગ બી સ્ક્રીન પર છેલ્લી સીઝન કરતાં આ સીઝનમાં કેટલા વધારે સ્ટાઇલિશ દેખાવાના છે આ સવાલ સતત બધાના મનમાં છે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના સૂટનું કાપડ ઇટલી અને યૂકેથી જ્યારે તેમના કપડામાં લાગનારા સ્ટાઇલિશ બટન ટર્કી અને કોરિયામાંથી આવે છે, પણ આ વખતે કોરોનને કારેણે આ બધું લગભગ મુશ્કેલ હતું. આની સાથે જ લૂક્સને પરફેક્ટ બનાવવા માટે ઘણાં ટ્રાયલ પણ કરવા પડે છે પણ કોરોનાને કારણે કપડાના આટલા બધાં ટ્રાયલ્સ પણ સુરક્ષિત નહોતા.



બિગબી કોરોનાને માત આપીને બે અઠવાડિયાની અંદર જ આ શૉના શૂટિંગનો ભાગ બન્યા હતા. એવામાં સૂત્રોએ જણાવ્યું કે સ્ટાઇલિસ્ટ પ્રિયા પાટિલના જૂના કલેક્શન્સમાંથી જ અમિતાભ બચ્ચનના આ લૂક્સમાં કામ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે છેલ્લી બે સીઝન્સની સ્ટાઇલ સ્ટેટમેન્ટની છાપ બિગ બીના કેબીસી 12 પ્રોમો અને અત્યાર સુધીના સોશિયલ મીડિયામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે.


આ વખતે પણ બ્લૂ, બ્લેક અને વાઇન
અમિતાભ બચ્ચનને ડાર્ક કલર્સ ખૂબ જ ગમે છે. કારણકે સાંજનો શૉ હોય છે અને બિગ બીના ક્લાસિક લૂક હંમેશાં આ શૉ માટે પહેલી પસંદ રહ્યા છે. અમિતાભ બચ્ચનના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી અત્યાર સુધી કોન બનેગા કરોડપતિ 12ની જે પણ તસવીરો આવી છે. તેમાંથી સૌથી વધારે બ્લૂ કલરને અત્યાર સુધી પ્રાથમિકતા વધારે આપવામાં આવી છે. આ રિયાલિટી શૉના અત્યાર સુધીના રિલીઝ્ડ પ્રોમોમાં પણ અમિતાભ બચ્ચન બ્લૂ કલરના ચેક્સ પ્રિન્ટ સૂટમાં દેખાય છે. સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બ્લૂ કલરના જુદાં જુદાં શેડ્સ સિવાય અમિતાભ બ્લેક અને વાઇન કલર્સ સાથે આ વર્ષે કેબીસીમાં જોવા મળશે. છેલ્લી બે સીઝનમાં પણ અમિતાભ બચ્ચને આ બન્ને કલર્સનો ખૂબ જ ઉપયોગ કર્યો હતો એમાં પણ ખાસ નેવી બ્લૂ અને બ્લેક.

થ્રી પીસ સૂટ, બ્લેઝર રહેશે જળવાયેલા
છેલ્લી બે સીઝન્સની જેમ જ અમિતાભ બચ્ચન કેબીસી 12માં થ્રી પીસ સૂટને પ્રાથમિકતા આપતાં જોવા મળશે. શૉના પ્રોમોમાં પણ તે થ્રી પીસ સૂટમાં જ જોવા મળી રહ્યા છે. બે વર્ષ પહેલા એટલે કે કેબીસી 10માં અમિતાભ બચ્ચને પહેલી વાર રિયાલિટી શૉમાં થ્રી પીસ સૂટ પહેર્યું હતું. થ્રી પીસ સૂટ સિવાય બ્લેઝર, પઠાણી વિથ સ્કાર્ફ્સનો પણ ઘણો ઉપયોગ કરવાના છે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 09:11 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK