'KBC 12' અને 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના ક્રૂ મેમ્બર કોરોના પૉઝિટિવ

Published: 3rd September, 2020 14:35 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

'KBC 12'ના સેટ પર બે જણ અને 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર સાતથી આઠ જણ કોરોના પૉઝિટિવ

બન્ને શો સોની ટીવી પર આવે છે
બન્ને શો સોની ટીવી પર આવે છે

કોરોના વાયરસ (COVID-19)માંથી સાજા થયા બાદ બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ ઓગસ્ટ મહિનાના અંતમાં જ 'કૌન બનેગા કરોડપતિ'ની સિઝન 12 (KBC 12)નું શૂટિંગ શરૂ કર્યું હતું. જોકે, હાલમાં જ સેટ પર બે ક્રૂ મેમ્બરના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા અને તેને કારણે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં સોની ટીવીના અન્ય શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પણ સાતથી આઠ ક્રૂ મેમ્બર કોરોના પૉઝિટિવ આવ્યા છે.

એબીપી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સોની ટીવીના શો 'કૌન બનેગા કરોડપતિ 12'ના સેટ પર બે ક્રૂ મેમ્બર પૉઝિટિવ આવ્યા છે. જોકે, આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. 23 ઓગસ્ટે અમિતાભ બચ્ચને શોનો પ્રોમો શૂટ કર્યો હતો અને આ પ્રોમોની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ હતી. તસવીરો પરથી જોઈ શકાતું હતું કે, અમિતાભ બચ્ચન એકદમ સાવધાની સાથે શૂટિંગ કરતા હતા. પ્રોમો શૂટની તસવીરો બીગબીએ પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

બીજી તરફ, સોની ટીવીના અન્ય શો 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પણ સાતથી આઠ જણ કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ શોમાં અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) જજ છે. મલાઈકા અરોરા લાંબા સમય બાદ 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'ના સેટ પર પરત ફરી હતી. અભિનેત્રીના બિલ્ડિંગમાં કોરોનાના કેસ આવ્યા હતા અને તે સમયે બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી. આથી જ મલાઈકા શૂટિંગ માટે આવી શકે તેમ નહોતી. હવે સાવધાની સાથે શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સેટ પર સાતથી આઠ લોકોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. મલાઈકા અરોરા ઉપરાંત ગીતા કપૂર તથા ટેરેન્સ આ શોને જજ કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK