અમિતાભ બચ્ચને પૂછ્યો 1 કરોડનો સવાલ, આવું હતું કન્ટેસ્ટન્ટનું રિએક્શન

Published: Aug 25, 2019, 14:54 IST | મુંબઈ

કોન બનેગા કરોડપતિની સિઝન 11 શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી હૉટ સીટ પર બેઠેલા લોકોમાંથી કોઈ ખાસ કમાલ નથી કરી શક્યું અને તમામ પ્રતિયોગીઓ 10 હજારથી લઈ 12 લાખ રૂપિયા સુધીની રકમ જ જીતી શક્યા છે.

કોન બનેગા કરોડપતિની સિઝન 11 શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધી હૉટ સીટ પર બેઠેલા લોકોમાંથી કોઈ ખાસ કમાલ નથી કરી શક્યું અને તમામ પ્રતિયોગીઓ 10 હજારથી લઈ 12 લાખ રૂપિયા સુધીની રકમ જ જીતી શક્યા છે. જો કે હવે ગેમ વધુ રોમાંચક થવાની છે, કારણ કે એવા કન્ટેસ્ટન્ટ હોટસીટ પર આવવાના છે, જેઓ કરોડો રૂપિયા જીતી શકે છે. જી હાં, સોમવારે ટેલિકાસ્ટ થનારા કેબીસીના એપિસોડમાં તમને એક એવી મહિલા કન્ટેસ્ટન્ટ જોવા મળશે જે 1 કરોડના સવાલનો સામનો કરશે.

19 ઓગસ્ટથી શરૂ થયેલા શૉમાં આપણએ ઘણી સફળ અને પ્રેરક સ્ટોરીઝ જોઈ છે, પરંતુ ગેમમાં કોઈ ખાસ પ્રદર્શન નથી કરી શક્યું, જો કે હવે સોમવારે કંઈક નવું જોવા મળશે. સોની ટીવી તરફથી જાહેર કરાયેલા પ્રોમોમાં દેખાઈ રહ્યું છે કે અમિતાભ બચ્ચન એક મહિલા કન્ટેસ્ટન્ટને એક કરોડ રૂપિયાનો સવાલ પૂછી રહ્યા છે. વીડિયોમાં દેખાય છે કે અમિતાભ બચ્ચનન કહે છે આ સિઝનમાં પહેલીવાર 15મો પ્રશ્ન, 1 કરોડ રૂપિયા, કોઈ લાઈફ લાઈન નથી તમારી પાસે, સાચા ઉત્તરનો એક કરોડ, શું કરશો, લૉક કરશો, ક્વિટ કરશો ?

તો સામે બેઠેલી મહિનાના ચહેરા પણ તાણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, તે પાણી પીને પોતાની જાતને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. અને સવાલનો સાચો જવાબ આપવા માટે પ્રયત્ન કરી રહી છે. સાથે જ આ વીડિયોમાં મહિલાના પરિવારજનો પણ ટેન્શનમાં દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ એપિસોડ સોમવારે ટેલિકાસ્ટ થશે, જેમાં સિઝનનો પહેલો 1 કરોડ રૂપિયાનો સવાલ પૂછાશે.

આ પણ વાંચોઃ ઓનસ્ક્રીન સાસુૃ-વહુ 'તોરલ-મોંઘી'એ આ રીતે મનાવ્યું વેકેશન 

જો કે હવે જોવાનું એ રહેશે કે આ મહિલા સાચો જવાબ આપી શકે છે કે નહીં. તે ગેમને આગળ વધારી શકે છે કે નહીં. ગેમમાં આગળ ભલે જે થવું હોય એ થાય પરંતુ સોમવારનો એપિસોડ દર્શકોને ખૂબ જ પસંદ પડશે. તમને જણાવી દઈએ કે આ વખતે 1 કરોડ રૂપિયાના સવાલ પર તમામ લાઈનળાઈન સમાપ્ત થવાની છે, અને કન્ટેસ્ટન્ટે જાતે જવાબ આપવાનો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK