KBC 11માં અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપશે સહેવાગ, દુતી ચંદ અને હિમા દાસ સાથે બેસશે હૉટ સીટ પર

Published: Nov 01, 2019, 18:48 IST | મુંબઈ

કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર વીરેન્દ્ર સહેવાગ જોવા મળશે. જેમાં તેની સાથે બે ખેલાડીઓ પણ હશે.

કેબીસીનો આ એપિસોડ હશે ખાસ..
કેબીસીનો આ એપિસોડ હશે ખાસ..

KBC 11નો આવતીકાલનો કર્મવીર એપિસોડ ખૂબ જ ખાસ હશે. કારણ કે તેમાં દુતી ચંદ અને હિમા દાસ હૉટ સીટ પર બેસશે. એથ્લિટ દુતી ચંદ અને હિમા દાસ રમતની દુનિયામાં પોતાનું અને દેશનું નામ રોશન કરી ચુકી છે. ઓરિસ્સાના જાજપુરની સ્પ્રિંટ રનર દુતી ચંદ મહિલાઓની 100 મીટરની દોડમાં નેશનલ ચેમ્પિયન રહી ચુકી છે. ત્યાં જ હિમા IAAF વર્લ્ડ યૂ20 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પહેલી મહિલા છે. કેબીસીના આ એપિસોડનો પ્રોમો વીડિયો રિલીઝ થઈ ચુક્યો છે. જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ એપિસોડ અમિતાભ બચ્ચને હાલમાં જ શૂટ કર્યો હતો જ્યારે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા બાદ પાછા ફર્યા હતા.

પડકારે ભરી છે દુતી ચંદની કહાની
દુતી ચંદ 100 મીટરની દોડમાં નેશનલ ચેમ્પિયનની સાથે જ સમર ઓલમ્પિંક ગેમમાં 100 મીટર દોડ માટે ક્વૉલિફાઈ કરનારી દેશની ત્રીજી મહિલા છે. તેના પર સેઈમ સેક્સ રિલેશનશિપના આરોપો લાગ્યા હતા. જે બાદ તેણે સંબંધોને ખુલીને સ્વીકાર્યા હતા. પ્રોમોમાં દુતી ચંદ જણાવે છેકે ખાવા માટે એક સમયે તેમના ઘરમાં કાંઈ જ નહોતું ત્યારે બાજુમાં આવેલી બજારમાં જે શાકભાજી નીચે પડી જતી તેને તેઓ ઘરે ખાવા માટે લઈ જતા હતા.

આ પણ જુઓઃ તમને ખબર છે કેવી રીતે પ્રેમમાં પડ્યા હતા મુકેશ અને નીતા અંબાણી?

હિમાનું સપનું હતું ઈન્ડિયાની જર્સી પહેરવી
પ્રોમોમાં હિમા દાસ કહે છે કે, મારું પહેલું સપનું હતુ ઈન્ડિયન જર્સી પહેરવી.અસના નાગાંવમાં જન્મેલી હિમા દાસે 400 મીટરની દોડમાં 50.79 સેકંડનો રિકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ તેમણે ઈન્ડોનેશિયાના જકાર્તામાં આયોજિત 2018ના એશિયને ગેમ્સમાં બનાવ્યો હતો. આગામી એપિસોડમાં આ બંને ખેલાડીઓ સાથે સહેવાગ પણ જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK