Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કેબીસીમાં ઑડિયન્સે બિગ બીને પુછ્યો જયા બચ્ચની હાઈ હિલ્સને લઈને સવાલ...

કેબીસીમાં ઑડિયન્સે બિગ બીને પુછ્યો જયા બચ્ચની હાઈ હિલ્સને લઈને સવાલ...

12 October, 2019 02:08 PM IST | મુંબઈ

કેબીસીમાં ઑડિયન્સે બિગ બીને પુછ્યો જયા બચ્ચની હાઈ હિલ્સને લઈને સવાલ...

કૌન બનેગા કરોડપતિ

કૌન બનેગા કરોડપતિ


સોની ટીવી પર આવતા શો કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પોતાની વાતથી લોકોને મજા કરાવે છે. આવું જ હાલમાં થયું જ્યારે દર્શકોએ અમિતાભ બચ્ચને પત્ની જયા બચ્ચન સાથે જોડાયેલો એક સવાલ કરી દીધો, જેના પર બિગ બીએ મજેદાર જવાબ આપ્યો છે.

હાલમાં જ સોની ટીવીના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં અમિતાભ બચ્ચન સામે હૉટસીટ પર ડૉ સુરભિ ગુંજન દવે બેઠા છે. તેમની સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને શોમાં હાજર તમામ દર્શકોને સવાલ કર્યો કે, કોઈ છે જે એ જણાવી શકે કે છોકરીઓ હાઈ હીલ્સ કેમ પહેરે છે? આ સવાલ પર એક મહિલાએ કહ્યું કે, 'હાઈટ વધારવા માટે'. અમિતાભ ફરી પુછે છે કે પણ કેમ. ત્યારે દર્શકોમાં બેઠેલી એક મહિલા પુછે છે કે, 'કેમ જયાજી નથી પહેરતા કે શું?'




સવાલ સાંભળીને પહેલા તો અમિતાભ થોડા શરમાઈ જાય છે, પછી કહે છે કે નહીં તેઓ હાઈ હીલ્સ નથી પહેરતા, તેઓ સીડીઓ પહેરે છે. તેમનો આ જવાબ સાંભળીને આખો તાળી અને હાસ્યથી ગુંજી ઉઠે છે.


આ પણ જુઓઃ

તેમને જણાવી દઈએ કે આ એપિસોડમાં ગુજરાતના જામનગરની સુરભિ ગુંજન દવે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો સૌથી પહેલા જવાબ આપીને હૉટસીટ પર પહોંચી હતી. સુરભિ વ્યવસાયે ટીચર છે. તેમણે લગ્ન બાદ પણ ભણવાનું ચાલું રાખ્યું હતું. જેથી હાલ તેમની પાસે અત્યાર સુધીમાં 9 ડિગ્રીઓ છે. સુરભિએ જણાવ્યું કે તેને આ સફરમાં પતિ અને સાસુનો ખૂબ જ સાથ મળ્યો છે. અનેક સવાલોનો સામનો કર્યા બાદ તેમણે 6.40 લાખના સવાલનો ખોટો જવાબ આપ્યો, જે બાદ તે માત્ર 3.20 લાખ જીત્યા.



Whatsapp-channel Whatsapp-channel

12 October, 2019 02:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK