KBC11: હૉટ સીટ પર પહોંચેલી મહિલા ડૉક્ટરનો જ્યારે અમિતાભે લીધો ક્લાસ

મુંબઈ ડેસ્ક | Oct 04, 2019, 19:59 IST

અમિતાભ બચ્ચન સામે બેસીને એટલી બધી ઉત્સાહિત થઈ ગઈ કે તેણે અમિતાભના પીળા કોર્ટને લીલો કહી દીધો, જેના પછી અમિતાભે તેનો ક્લાસ લઈ લીધો.

અમિતાભ
અમિતાભ

સોની ટીવી પર આવતા ગેમ રિયાલિટી શૉ કોન બનેગા કરોડપતિમાં આજે એક મહિલા ડૉક્ટર અમિતાભ બચ્ચન સામે હૉટસીટ પર બિરાજમાન થશે. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ જીતીને મહિલા ખુશીથી ઉછળવા લાગી. તે અમિતાભ બચ્ચન સામે બેસીને એટલી બધી ઉત્સાહિત થઈ ગઈ કે તેણે અમિતાભના પીળા કોર્ટને લીલો કહી દીધો, જેના પછી અમિતાભે તેનો ક્લાસ લઈ લીધો.

આજના એપિસોડમાં કેબીસી 11ના સ્ટેજ પર હરિયાણાની ડૉક્ટર ઉર્મિલા ધાતરવાલા આવવાની છે. તેણે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સવાલનો જવાબ સૌથી ઓછી સમય મર્યાદામાં આપ્યો હતો. જીત બાદ તે ઘણાં સમય સુધી ખુશ જોવા મળી, પછી તેણે અમિતાભ બચ્ચનના વખાણ કરતાં કહ્યું, પ્રૉબ્લેમ એ છે કે તમે બ્લૂ કલરની જાકિટ પહેરીને આવ્યા છો, તેના પછી તેણે અફસોસ વ્યક્ત કરતાં બ્લૂને બદલે પીળો કહ્યું. તેની વાત સાંભળી અમિતાભ બચ્ચન શૉક થઈ જાય છે.

તેના પછી ઉર્મિલા સતત સ્પષ્ટતા આપવાનું શરૂ કરી દે છે, જેના પર અમિતાભ કહે છે, શાંત થઈ જાઓ દેવી જી, ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ગઈ છે, મેડમ તમે હોસ્પિટલમાં કામ કરો છો, કલર્સની જ ખબર નથી તમને. ઉર્મિલા કહે છે, સર એટલો ઉત્સાહ છે અહીં બેસીને. આગળ અમિતાભ કહે છે, આટલા ઉત્સાહમાં તમે કોઇક અન્ય મહિલાના બાળકને જન્મ આપી દીધો, જેની આશા જ ન હતી. આવું કહેતા અમિતાભ પણ જોરથી હસવા લાગે છે.

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

શૉમાં આગળ વાતચીત દરમિયાન ડૉ. ઉર્મિલ અમિતાભને કહે છે, સર તમે અમારા હરિયાણા પ્રમાણે ખૂબ જ એંડી છો, જેનો અર્થ સ્માર્ટ અને બ્યૂટીફુલ થાય છે. તેના પર અમિતાભે કહ્યું કે ઉર્મિલજી તમે પણ ખૂબ જ એંડી છો. જણાવીએ કે આ એપિસોડનો પ્રોમો વીડિયો ચેનલે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યો છે. આ એપિસોડ આજે રાતે 9 વાગ્યે ટેલીકાસ્ટ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK