ગુંજન લતા વારાણસીની રહેવાસી છે. હાલ તે અમદાવાદમાં રહે છે. તે બૅન્કમાં જૉબ કરે છે અને એક દીકરાની મા છે. તેનાં લગ્નને 5 વર્ષ થઈ ગયા છે.
કેબીસીના ગુરુવારના એપિસોડમાં ગુંજન લતા હૉટ સીટ પર બેઠાં. તેમણે પોતાની રમત ખૂબ જ સારી રીતે રમી. તેમણે પહેલી લાઇફલાઇન 20 હજારના પ્રશ્ન પર વાપરી. 3 લાખ 20 હજારના સવાલ પર તેમણે પોતાની બે લાઇફલાઇન લઈ લીધી હતી. ગુંજને 6 લાખ 40 હજારના પ્રશ્ન પર વધુ એક લાઇફલાઇનનો ઉપયોગ કર્યો.
પ્રશ્ન હતો- તાનસેન સિવાય આમાંથી કોને હરિદાસના શિષ્ય માનવામાં આવે છે? ઑપ્શન હતા- સનાતન ગોસ્વામી, વિદ્યાપતિ, ચંડીદાસ, બૈજનાથ મિશ્ર.
સાચ્ચો જવાબ હતો- બૈજનાથ મિશ્ર.
આ સવાલ પર ગુંજને કર્યું ક્વિટ?
તેમણે 12 લાખ 50 હજારના સવાલ પર શૉ છોડી દીધો. 12 લાખ 50 હજારના સવાલ સુધી પહોંચવા માટે તેમની પાસે કોઇ લાઇફલાઇન બચી નહોતી.
સવાલ હતો મુંબઇનું નેવિલ હાઉસ આમાંથી કઇ કાપડ કંપનીનું મુખ્યાલય છે. ઑપ્શન હતા- રેમન્ડ, ટાટા ટેક્સાઇલ્સ, બિન્ની મિલ્સ, બૉમ્બે ડાઇંગ. સાચ્ચો જવાબ હતો બૉમ્બે ડાઇંગ
કોણ છે ગુંજન લતા?
ગુંજન લતા વારાણસીની રહેવાસી છે. હાલ તે અમદાવાદમાં રહે છે. તે બૅન્કમાં જૉબ કરે છે અને એક દીકરાની મા છે. તેમના લગ્નને 5 વર્ષ થઈ ગયા છે.
કેબીસીને મળશે આ સીઝનની પહેલી કરોડપતિ
જણાવવાનું કે કૌન બનેગા કરોડપતિને આ સીઝનની પહેલી કરોડપતિ મળી ગઈ છે. શૉ સાથે જોડાયેલો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. પ્રોમોમાં દેખાઇ રહ્યું છે કે નાઝિયાએ એક કરોડના સવાલનો સાચ્ચો જવાબ આપી દીધો છે. અમિતાભ બચ્ચન પણ પૂર જોશમાં આ જાહેરાત કરી રહ્યા છે કે તેમણે એક કરોડ રૂપિયા પોતાને નામ કરી લીધા છે. નાઝિયા આ સીઝનની પહેલી કરોડપતિ કોન્ટેસ્ટન્ટ બની ગઈ છે.
કૌન બનેગા કરોડપતિમાં આજે કચ્છી કર્મવીર પબીબહેન રબારી
15th January, 2021 08:25 ISTકૌન બનેગા કરોડપતિ સીઝન 12નું શૂટિંગ પૂરું કર્યું અમિતાભ બચ્ચને
14th January, 2021 14:23 ISTમેડિકલ કૅમ્પ્સ, સ્ત્રી કલ્યાણ…
6th January, 2021 09:54 ISTજ્યારે KBCમાં પહોંચેલા ડૉ.નેહા શાહે અમિતાભ બચ્ચન સાથે મસ્ત ફ્લર્ટ કર્યું...
4th January, 2021 08:52 IST