KBC 11: આ પ્રતિસ્પર્ધીએ હૉટ સીટ પર કર્યું કાંઈક એવું, બિગ બી પણ રહી ગયા હેરાન...

મુંબઈ | Oct 01, 2019, 14:22 IST

કૌન બનેગા કરોડપતિમાં એક પ્રતિસ્પર્ધીએ કાંઈક એવું કર્યું જેનાથી અમિતાભ બચ્ચન પર હેરાન થઈ ગયા..જાણો એવું તે શું થયું..

કૌન બનેગા કરોડપતિ
કૌન બનેગા કરોડપતિ

KBCમાં ઘણી વાર એવા પ્રતિસ્પર્ધીઓ આવે છે જે દર્શકોનું ખૂબ મનોરંજન પણ કરે છે. આ વખતે એવી જ એક ખેલાડી કેબીસીમાં હૉટ સીટ પર બેઠી હતી. શિવાની ઢીંગરા નામની આ પ્રતિસ્પર્ધીએ શો દરમિયાન પોતાના પતિની ફરિયાદનું આખું લિસ્ટ આપ્યું. દિલ્હીમાં રહેતી શિવાની ઢીંગરાએ જણાવ્યું કે તેમણે પોતાની દીકરી માટે પોતાની નોકરી છોડી દીધી. હવે તેઓ પોતાનો બધો સમય દીકરીની દેખભાળમાં જ વિતાવે છે. શો દરમિયાન શિવાનીએ અમિતાભ બચ્ચનને એવી રિક્વેસ્ટ કરી, જેને સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

શિવાનીએ હૉટ સીટ પર બેસતાની સાથે જ સૌથી પહેલા અમિતાભ બચ્ચનને પોતાના પતિની ફરિયાદોનું લિસ્ટ આપી દીધું. શિવાનીએ કહ્યું કે, 'મે જોયું છે કે, તમે અનેક લોકોની સમસ્યાઓ દૂર કરો છો, મને આશા છે કે તમે મારી ફરિયાદો પણ દૂર કરશો.'

 
 
 
View this post on Instagram

Watch who among our Hotseat contestants tonight wins big and who goes home dejected on #KBC11, at 9 PM. @amitabhbachchan

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) onSep 30, 2019 at 2:58am PDT


યાદીમાં શિવાની પોતાના પતિની ફરિયાદો લખીને આવી છે. આ જોયા બાદ અમિતાભ બચ્ચન કહે છે કે, મે ક્યારેય નહોતું વિચાર્યું કે શોને હોસ્ટ કરવાની સાથે હું મેરેજ કાઉન્સિલર પણ બની જઈશ.

આ પણ જુઓઃ શું તમને ખબર છે આ ગુજરાતી અભિનેત્રીએ બિગ બોસમાં આવતા પહેલા કરી છે ભોજપુરી ફિલ્મો?

શિવાનીની ફરિયાદ છે કે તેમના પતિ બેંક કર્મચારી છે, તેઓ સવારે જાય છે અને સાંજે આવે છે. જ્યારે તેઓ ઘરમાં હોય છે ત્યારે તે પોતાના ફોનમાં ફેસબુક અને વ્હોટ્સએપ ચલાવતા રહે છે. તેઓ ક્યારેય કેન્ડલ લાઈટ ડિનર પર પણ નથી જઈ શક્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK