'કૌન બનેગા કરોડપતિ 12'માં જોવા મળશે આ નવા ફેરફારો, જાણો અહીં

Published: 23rd September, 2020 15:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લાઈવ ઓડિયન્સની હશે ગેરહાજરી, લાઈફલાઈનમાં હશે 'વીડિયો કૉલ અ ફ્રેન્ડ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે આખુ વિશ્વ જાણે બદલાય ગયું છે. ત્યારે કોઈ એક ટેલિવિઝન શોમાં અને તેના નિયમોમાં પણ બદલાવ આવે એ તો સામાન્ય જ છે. એવો જ એક શો  છે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો 'કૌન બનેગા કરોડપતિ' (Kaun Banega Crorepati) જેમા આગામી સિઝનમાં કોરોનાને કારણે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. આ શોમાં COVID-19ને કારણે અનેક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને પહેલી જ વાર મુખ્ય લાઈફ લાઈન ઑડિયન્સ પોલને રિપ્લેસ કરીને 'વીડિયો કૉલ અ ફ્રેન્ડ' લાવવામાં આવી છે.

અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 12' હોસ્ટ કરતાં જોવા મળશે. આ શો 28 સપ્ટેમ્બરના રોજથી શરૂ થશે. આ સિઝનની ટેગલાઈન 'સેટ-બેક કા જવાબ કમ-બેક' રાખવામાં આવી છે. આ શોની ટીમ આ મુશ્કેલ સમયમાં શોની સાથે કમબેક કરી રહી છે. કોરનાકાળમાં આ શોનું શૂટિંગ થઈ રહ્યું છે અને શૂટિંગ ગાઈડલાઈન હેઠળ કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે, તે વિશે જાણીએ...

ઑડિયન્સ પોલને બદલે 'વીડિયો કૉલ અ ફ્રેન્ડ' લાઈફલાઈન

'કૌન બનેગા કરોડપતિ 12'માં હાલની પરિસ્થિતિને જોતા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મહામારીને કારણે શૂટિંગ ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે લાઈવ ઑડિયન્સ બોલાવવામાં આવશે નહીં. એટલે ઑડિયન્સ પોલને બદલે 'વીડિયો કૉલ અ ફ્રેન્ડ' લાઈફલાઈન રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ લાઈફ લાઈન 50:50, એક્સપર્ટને પૂછો તથા પ્રશ્ન બદલો એ ચાલુ રહેશે.

ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં માત્ર આઠ જ સ્પર્ધકો

શોમાં ભાગ લેવા માટે પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટનો રાઉન્ડ જીતવો પડે છે. દર વર્ષે દસ સભ્યો હોય છે. જોકે, આ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે દસને બદલે માત્ર આઠ લોકો જ ભાગ લેશે.

સેટ પર માત્ર સ્પર્ધકના પરિવારના લોકો જ

દર વખતે સ્પર્ધકોને ઉત્સાહ વધારવા માટે સેટ પર ઑડિયન્સને બોલાવવામાં આવતી હતી પરંતુ આ વખતે માત્ર હોટસીટ પર બેસનાર સ્પર્ધકોના પરિવારના સભ્યો જ જોવા મળશે. તેમના માટે અલગથી સેટમાં જગ્યા બનાવવામાં આવી છે.

સ્પર્ધકો અને અમિતાભ બચ્ચન વચ્ચેનું અંતર વધારાયુ

અમિતાભ બચ્ચન કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેથી જ સેટ પર વધુ સાવધાની રાખવામાં આવે છે. આ વખતે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે બિગ બીની સીટને સ્પર્ધકની સીટથી દૂર રાખવામાં આવી છે.

સ્પર્ધક પોતનો ઈન્ટ્રોડક્શન વીડિયો જાતે બનાવી રહ્યાં છે

હોટસીટ પર બેઠેલી દરેક વ્યક્તિનો પરિચય એક ક્રિએટિવ વીડિયોથી આપવામાં આવે છે. આ વખતે ટીમ મેમ્બર્સ માટે ટ્રાવેલ કરવું શક્ય નહોતું અને તેથી જ સ્પર્ધકોને વર્ચ્યુઅલ ટ્રેનિંગ આપીને ઈન્ટ્રો વીડિયો તેમની જાતે રેકૉર્ડ કરાવવામાં આવ્યો હતો.

સુરક્ષા માટે સેટ પર જરૂરી વ્યવસ્થા

કોરોના વાયરસની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને સેટ પર માત્ર 50 ટકા ક્રૂ મેમ્બર્સ તથા ટીમ કામ કરે છે. સેટ સાથે જોડાયેલા સૂત્રોના મતે, 'શોનું શૂટિંગ શરૂ કર્યા પહેલા દરેક વ્યક્તિનો કરવામાં આવ્યો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે પહેલા તમામને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા હતા. સેટ પર સાવધાની માટે દરેક એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝેશનની ટનલ બનાવવામાં આવી છે. દરેક જગ્યાએ સેનિટાઈઝની બોટલ રાખવામાં આવી છે. દરેક વ્યક્તિ એકબીજા સાથે તાલ-મેલ બેસાડીને કામ કરે છે. અડધી ટીમ સાથે કામ કરવું પડકારજનક હતું પરંતુ ટીમ નિરાશ થઈ નહોતી.'

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK