બિહારના સનોજ રાજ બન્યા પહેલા કરોડપતિ, 7 કરોડથી ચુક્યા

મુંબઈ | Sep 14, 2019, 09:23 IST

બિહારના સનોજ રાજ કેબીસીની 11મી સિઝનના પહેલા કરોડપતિ બન્યા છે. તેમને એક સવાલનો જવાબ ન આવડતા તેઓ 7 કરોડ જીતવાથી ચુકી ગયા.

બિહારના સનોજ રાજ બન્યા પહેલા કરોડપતિ
બિહારના સનોજ રાજ બન્યા પહેલા કરોડપતિ

કૌન બનેગા કરોડપતિ સિઝન 11ને તેમને પહેલા કરોડપતિ સ્પર્ધક મળી ગયા છે. બિહારના સનોજ રાજે 15 સવાલોના સાચા જવાબ આપ્યા અને એક કરોજ જીત્યા. સનોજે 7 કરોડ માટે 16મો સવાલ ન રમ્યો. કારણ કે જો તેનો જવાબ ખોટો પડે તો તેને માત્ર 3 લાખ 20 હજાર રૂપિયા જ મળે. 15માં સવાલનો જવાબ દેવા માટે સનોજે પોતાની છેલ્લી લાઈફ લાઈન આસ્ક ધ એક્સપર્ટનો સહારો લેવો પડ્યો હતો.

જે સવાલ પર સનોજે એક કરોડનું ઈનામ જીત્યું, તે હતો "ભારતના ક્યા મુખ્ય ન્યાયાધીશના પિતા એક રાજ્યના મુખ્યમંત્રી હતા?" જેનો સાચો જવાબ છે- જસ્ટિસ રંજન ગોગોઈ. આ સવાલના જવાબ માટે સનોજે લાઈફ લાઈનનો ઉપયોગ કર્યો હતો. અને જે સવાલનો સાચો જવાબ આપીને સનોજ 7 કરોડ જીતીને ઈતિહાસ રચી શકતા હતા, તે સવાલ હતો.."ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેને ક્યા ભારતીય બોલરના બોલ પર એક રન લઈને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની 100મી સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી?"જેનો સાચો જવાબ છે-ગોગુમલ કિશન ચંદ.

સવાલનો જવાબ આપવાનથી મનોજે ઈન્કાર કરી દીધો હતો. કારણ કે તેમની પાસે કોઈ લાઈફલાઈન નહોતી અને રિસ્ક વધારે હતું. સનોજની આ જીતથી તેમના પરિવારજનો ખૂબ જ ખુશ થઈ ગયા. તેમના પિતા ભાવુક થઈ ગયા. સનોજની સાદગી અને પ્રતિભાએ બિગ બીને ખૂબ જ પ્રભાવિત કર્યા.

બિહારના જહાનાબાદના નિવાસી સનોજ રાજ દિલ્હીમાં રહીને આઈએએસની તૈયારી કરી રહ્યા છે. સનોજ પહેલા યૂપીના હિમાંશુ ધૂરિયાએ 50 લાખ રૂપિયા જીત્યા હતા, જો કે એક કરોડના સવાલ પર તેઓ ચુકી ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK