કૅટરિનાની કરીઅરના નવા સારથિ

Published: 13th October, 2011 19:37 IST

આદિત્ય ચોપડા ઉંમરમાં ભલે સલમાન ખાન કરતાં નાનો હોય, પણ કૅટરિના માટે તે ‘આદિ સર’ જેટલું માન ધરાવે છે. યશરાજ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ કોઈ સરપ્રાઇઝ નથી, કારણ કે આદિત્ય ચોપડા કૅટની કરીઅરમાં ઘણો ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે અને તેને જરૂરી માર્ગદર્શન પણ આપી રહ્યો છે.

 

યશરાજ ફિલ્મ્સની હેડ ગણાતી જોડી આદિત્ય ચોપડા અને રાની મુખરજી લે છે તેની ફિલ્મોમાં સ્પેશ્યલ ઇન્ટરેસ્ટ

કૅટરિના તેની કરીઅરમાં પહેલી વખત બૉલીવુડની નવી જનરેશનના રોમૅન્ટિક સ્ટાર જણાતા શાહરુખ ખાન અને આ પ્રકારની ફિલ્મોમાં ટોચના ડિરેક્ટર ગણાતા યશ ચોપડા સાથે કામ કરશે. આ ફિલ્મમાં કૅટની પસંદગી માટે આદિત્ય ચોપડાનું ઘણું મોટું યોગદાન રહ્યું હતું.

માત્ર આદિત્ય ચોપડા જ નહીં, તેની કથિત ગર્લફ્રેન્ડ રાની મુખરજી પણ કૅટરિનાને ઘણી મદદ કરી રહી છે. તેમની વચ્ચે ઘણા ઓછા સમયમાં સારી મિત્રતા થઈ ગઈ હતી અને રાનીએ ક્યારેય કૅટને જુનિયર ઍક્ટ્રેસ કે પોતાની હરીફ તરીકે નથી જોઈ.

કૅટરિના પોતાનો ઘણો સમય યશરાજ સ્ટુડિયોઝ ખાતે ગાળે છે અને તેનાં કપડાં, ડાયલૉગ્સ અને પાત્રને સમજવા માટેની મદદ તેને મળી રહે છે. કામ ન હોય ત્યારે પણ તે પોતાના ‘આદિ સર’ પાસેથી જાણકારી મેળવવા આવતી હોય છે.

આદિત્ય ચોપડા અને રાની મુખરજી સાથેના સંબંધો વિશે કૅટ કહે છે, ‘હું તેમની ઘણી ક્લોઝ છું. આદિ સર એક એવી વ્યક્તિ છે જેમની પાસેથી હું મદદ અને માર્ગદર્શન માગું છું. મારી ફિલ્મોની સફળતા બાદ પણ હજી ઇન્ડસ્ટ્રીમાં હું નવી જ છું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK