દિલદાર કૅટરિના
બૉલીવુડમાં સલમાન ખાનની ગણતરી દિલદાર ઍક્ટર તરીકે થાય છે, કારણ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ મુસીબતમાં મુકાય છે ત્યારે સલમાન સૌથી પહેલાં તેની મદદે પહોંચી જાય છે. લાગે છે કે સલમાનના આ સ્વભાવની અસર એક સમયની તેની ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ પર પણ પડી છે. હાલમાં કૅટરિના તેની મેક-અપ આર્ટિસ્ટમાંથી ફિલ્મમેકર બનેલી મિત્રની ફિલ્મમાં નાનકડો રોલ કરી રહી છે. આ ફિલ્મના શૂટિંગમાં સ્વાતિ અગરવાલ નામની એક જુનિયર આર્ટિસ્ટ પણ કામ કરી રહી છે. તાજેતરમાં કૅટિરના ફિલ્મસિટીની એકાંતવાળી નર્જિન જગ્યાએથી પસાર થઈ રહી હતી ત્યારે તેની નજર એ જ દિવસે તેને મળેલી અને તેની સાથે થોડું શૂટિંગ કરનારી સ્વાતિ પર પડી. સ્વાતિ ત્યાં રિક્ષા માટે ઊભી હતી. સ્વાતિની સમસ્યા જોઈને કૅટરિનાએ તરત જ તેને લિફ્ટ ઑફર કરી અને પછી તેને જ્યાં જવું હતું ત્યાં સુધી મૂકી ગઈ. સ્વાતિ આટલી મોટી ઍક્ટ્રેસની દિલદારી જોઈને ઘણી ઇમ્પ્રેસ થઈ હતી.