કૅટરિના કૈફની હવે ફિલ્મ પછી ઍડમાં પણ સ્ટન્ટબાજી

Published: 1st September, 2012 09:51 IST

કૅટરિના કૈફે તેની છેલ્લી ફિલ્મ ‘એક થા ટાઇગર’માં ઘણાબધા સ્ટન્ટ કર્યા હતા જેને લોકોએ બહુ પસંદ કર્યા છે.

 

katrina-stuntઆ ફિલ્મને કારણે કૅટરિનાને નવી ઇમેજ મળી છે. તેની આ નવી ઇમેજનો ફાયદો ઉઠાવવા માટે જ તેને પોતાની બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે સાઇન કરનારી પેઇન્ટ કંપની બર્જર પેઇન્ટ પોતાની નવી ઍડમાં કૅટરિના પાસે સ્ટન્ટ કરાવવાનું પસંદ કરે એવી શક્યતા છે.

થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે કૅટરિનાને બર્જર પેઇન્ટે સાત કરોડ રૂપિયા જેટલી તોતિંગ રકમ આપીને પોતાની  બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે સાઇન કરી છે. કૅટરિનાની આ નવી ઍડ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘કંપની હાલમાં આ ઍડના ફાઇનલ ફૉર્મેટ વિશે વિચારણા કરી રહી છે અને એ માટે રિસર્ચ પણ કરવામાં આવ્યું છે. રિસર્ચમાં તારણ મળ્યું છે કે હાલમાં લોકો ‘એક થા ટાઇગર’ની કૅટરિનાની સ્ટન્ટબાજીથી બહુ પ્રભાવિત છે. આ કારણે હવે ઍડને પણ આના આધારે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ઍડમાં કૅટરિના ‘એક થા ટાઇગર’ જેવા સ્ટન્ટ કરતી જોવા મળશે.’

પહેલાં બર્જર પેઇન્ટની આ જાહેરાતમાં શાહરુખ ખાનને પણ ચમકાવવાનો વિચાર હતો, પણ હાલમાં આ વિચાર પડતો મૂકવામાં આવ્યો છે.

‘ગુંડે’ની ગુંડી કૅટરિના બનશે કે?

યશરાજ ફિલ્મ્સની ‘ગુંડે’માં રણવીર સિંહ અને અજુર્ન કપૂરનું નામ ફાઇનલ થઈ ગયું છે, પણ હિરોઇન બાબતે કોઈ ઑફિશ્યલ નામ જાહેર નથી થયું. એવી વાતો ચર્ચાઈ રહી છે કે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરને તેની પહેલી ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’ની હિરોઇન કૅટરિના કૈફને જ લેવી છે. પોતાની પહેલી ફિલ્મમાં કૅટ હતી ને તેની સાથેનું કમ્ફર્ટ-લેવલ સારુંએવું હોવાથી તેને લેવાની હિમાયત કરી રહ્યો છે. તાજેતરમાં અજમેર શરીફ દરગાહની વિઝિટ વખતે અલી ઝફર પણ કૅટની સાથે હતો. શું એ પણ નવું કામ સાથે કરવાની તૈયારીઓના ભાગરૂપે હતું કે?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK