Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરીનાએ આ અભિનેતાને જન્મદિવસની આપી વધામણી, કહ્યું "A Special Person"

કેટરીનાએ આ અભિનેતાને જન્મદિવસની આપી વધામણી, કહ્યું "A Special Person"

16 November, 2019 07:39 PM IST | Mumbai Desk

કેટરીનાએ આ અભિનેતાને જન્મદિવસની આપી વધામણી, કહ્યું "A Special Person"

કેટરીનાએ આ અભિનેતાને જન્મદિવસની આપી વધામણી, કહ્યું


ફિલ્મ અભિનેત્રી કેટરીના કૅફે ફિલ્મ અભિનેતા આદિત્ય રૉય કપૂરને જન્મદિવસની વધામણી આપતાં એક 'સ્પેશિયલ પર્સન' કહ્યો છે. ઓકે જાનૂ ફિલ્મના અભિનેતા આદિત્ય રૉય કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર કેટલાય સિતારાઓએ શુભેચ્છાઓ આપી છે. કેટરીના કૅફે ફિલ્મ ફિતૂરમાં આદિત્ય સાથે કામ કર્યું છે અને તેણે પણ આદિત્ય રૉય કપૂરને જન્મદિવસની વધામણી આપી છે.

ફિલ્મ ફિતૂર દરમિયાન બન્ને વચ્ચે સારી બૉન્ડિંગ થઈ ગઈ હતી અને તેમની ફિલ્મને સમીક્ષકોએ પણ પસંદ કરી હતી. આદિત્ય રૉય કપૂરના જન્મદિવસે કેટરીના કૅફે ફિતૂરના પ્રમોશન દરમિયાનની એક થ્રોબૅક તસવીર શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર વધામણી પણ આપી છે. આ સિવાય કેટરીનાએ આના પર કોમેન્ટ પણ કરી છે. તેણે લખ્યું કે, "હેપ્પી બર્થડે આદિત્ય રૉય કપૂર, તું ખૂબ જ ખાસ વ્યક્તિ છે... આ વર્ષે તને પ્રેમ, ખુશી અને બધું જ વધારે સારું મળે."



katrina kaif


તસવીરમાં, આદિત્યએ બ્લૂ શર્ટ, ભૂરા કલરનું બ્લેઝર અને જીન્સ સાથે સ્નીકર્સ પહેર્યા છે. તો બીજી તરફ કેટરીનાને હીલ્સ સાથે બેઝ ડ્રેસ પહેરી રાખ્યું છે. કેમેરામાં જોઈ સ્માઇલ આપતાં ખૂબ જ સારા લાગે છે. આદિત્ય પોતાના જન્મદિવસ પહેલા એરપોર્ટથી નીકળતી વખતે સ્પૉટ કરવામાં આવ્યા હતા. મોટાભાગે બોલીવુડ સિતારાઓ માટે જન્મદિવસ ખાસ હોય છે. આ દરમિયાન કામના મોરચા પર આદિત્ય રૉય કપૂર, આલિયા ભટ્ટ, સંજય દત્ત, પૂજા ભટ્ટ સાથે સડક 2માં કામ કરી રહ્યો છે.


આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આ ફિલ્મનું નિર્દેશન મહેશ ભટ્ટે કર્યું છે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થશે એવી આસા છે. આ સિવાય આદિત્ય દિશા પટણી સાથે મલંગમાં પણ દેખાશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને કુણાલ ખેમૂ પણ છે અને આ ફિલ્મનું નિર્દેશન મોહિક સૂરીએ કર્યું છે. આ ફિલ્મ 2020માં વેલેન્ટાઇન ડેના અવસરે રિલીઝ થવાની છે. બીજી તરફ કેટરીના અક્ષય કુમાર સાથે ફિલ્મ સૂર્યવંશીમાં દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યો છે અને આ ફિલ્મ 27 માર્ચ, 2020ના રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 07:39 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK