અક્ષય કુમાર અને કેટરીના કૅફની સુપર હિટ જોડી રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી સાથે પડદા પર આવી રહી છે. આ બન્નેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. હવે સૂર્યવંશીમાં પણ અક્ષય અને કેટની કૅમિસ્ટ્રીની રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ પહેલા સૂર્યવંશીના સેટ પરથી આ બન્નેની મસ્તીની ચર્ચાઓ આવતી રહે છે.
અક્ષયે એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં કેટરીના કૅફ ઝાડું કાઢતી જોવા મળે છે. બૅકગ્રાઉન્ડમાં અક્ષય કુમારનો અવાજ આવે છે. જે કેટરીનાને પૂછે છે કેટરીનાજી આપ ક્યા કર રહી હૈ? કેટરીના કહે છે. 'સાફ-સફાઇ' અને પછી તેને હટવા માટે કહે છે. કેટરીનાના એક્શનથી એવું લાગે છે કે, જેમ તે અક્ષય કુમાર સાથે મસ્તી કરી રહી છે. અક્ષય કુમારે વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, "સૂર્યવંશીના સેટ પર સ્વચ્છતા અભિયાનની સૌથી નવી બ્રાન્ડ એમ્બેસેડર મળી."
સૂર્યવંશીમાં અક્ષય કેટરીનાની સાથે 11 વર્ષ પછી પડદા પર દેખાશે. 2009માં ફિલ્મ તીસ માર ખાનમાં બન્ને છેલ્લી વાર સાથે આવ્યા હતા. અક્ષય અને કેટરીનાએ કેટલીય સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પહેલી વાર બન્ને 2007ની ફિલ્મ નમસ્તે લંડનમાં જ સાથે આવ્યા હતા. તેના પછી વેલ્કમ અને સિંગ ઇઝ કિંગ અને દે દના દન જેવી ફિલ્મોમાં કેટરીના અને અક્ષય કુમારે સાથે કામ કર્યું હતું. સૂર્યવંશી આવતાં વર્ષે રિલીઝ થશે.
View this post on InstagramSpotted : The newest #SwachhBharat brand ambassador on the sets of #Sooryavanshi 😬 @katrinakaif #BTS
સૂર્યવંશી 27 માર્ચના રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર એકવાર ફરી પોલીસની વરદી પહેરશે અને રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સનો ભાગ બનશે. ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ કેમિયોમાં દેખાશે. સૂર્યવંશી 2020માં અક્ષય કુમારની પહેલી રિલીઝ છે.
આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો
તેના પછી તેની ફિલ્મ લક્ષ્મી બૉમ્બ ઇદ પર રિલીઝ થશે. પછી દિવાળી પર પૃથ્વીરાજ આવશે. 2020માં અક્ષયની ચોથી ફિલ્મ બચ્ચન પાંડેય હતી જે ક્રિસમસ પર રિલીઝ થવાની હતી, આમિર ખાનની રિક્વેસ્ટ પર અક્ષયે તેની રિલીઝ આવતાં વર્ષે જાન્યુઆરીમાં કરી દીધી છે. એટલે કે 2020માં અક્ષયની હવે ત્રણ જ ફિલ્મો આવી રહી છે.
સૂર્યવંશી આવતા વર્ષે રિપબ્લિક-ડે પર થશે રિલીઝ?
13th October, 2020 18:21 ISTદિવાળી દરમ્યાન નહીં રિલીઝ થાય સૂર્યવંશી
3rd October, 2020 19:05 ISTઅક્ષય કુમારની 'સૂર્યવંશી' દિવાળીમાં, રણવીર સિંહની '83' ક્રિસમસમાં થિયેટરમાં જ થશે રિલીઝ
30th June, 2020 16:02 IST‘83’,‘સૂર્યવંશી’ ફિલ્મનાં પ્રોડ્યૂસર શિબાશીષ સરકાર Covid-19નાં દર્દી
1st June, 2020 16:42 IST