Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવું તે શું કર્યું કેટરીના કૅફે કે અમિતાભ, આમિર બધાંએ આપી વધામણી

એવું તે શું કર્યું કેટરીના કૅફે કે અમિતાભ, આમિર બધાંએ આપી વધામણી

22 October, 2019 06:40 PM IST | મુંબઈ ડેસ્ક

એવું તે શું કર્યું કેટરીના કૅફે કે અમિતાભ, આમિર બધાંએ આપી વધામણી

એવું તે શું કર્યું કેટરીના કૅફે કે અમિતાભ, આમિર બધાંએ આપી વધામણી


બોલીવુડ અભિનેત્રી કેટરીના કૅફને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 20 વર્ષ થઈ રહ્યા છે. બે દાયકાના ફિલ્મી કરિઅર બાદ કેટરીનાએ હવે એક નવી શરૂઆત કરી છે. કેટરીના પણ બીજી અભિનેત્રીઓની જેમ બિઝનેસ વુમન બની ગઈ છે અને તેની શરૂઆત પર બોલીવુડ તેને વધામણી આપી રહ્યું છે.




કેટરીનાએ પોતાની બ્યૂટી બ્રાન્ડ શરૂ કરી છે, જેમાં તે બ્યૂટી પ્રૉડક્ટ્સનું પ્રૉડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશન કરશે. અમિતાભ બચ્ચને કેટને આ માટે વધામણી આપી છે અને એક વીડિયો શૅર કર્યો છે, જેમાં કેટરીના બીજી મૉડલ્સ સાથે પોતાના વેંચરને ઇન્ટ્રોડ્યૂસ કરી રહી છે. જણાવીએ કે કેટરીનાએ પોતાના બોલીવુડ કરિઅરની શરૂઆત અમિતાભ સાથે બૂમ ફિલ્મ દ્વારા કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ ગેન્ગસ્ટરના પાત્રમાં હતા, જ્યારે કેટ મૉડલ બની હતી. ગયા વર્ષે દિવાળી પર આવેલી ફિલ્મ ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં અમિતાભ અને કેટરીનાએ પણ મુખ્ય પાત્ર ભજવ્યા હતા.


ઠગ્સ ઑફ હિંદુસ્તાનમાં કેટે આમિર ખાન સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરી હતી. આ પેહલા બન્ને ધૂમ 3માં સાથે દેખાઇ ચૂક્યા હતા. આમિરે પણ કેટરીનાને આ નવા વેન્ચર માટે વધામણી આપી છે. આમિરે લખ્યું કે, "કેટરીના, તને ઓળખવી એ જ સુંદરતા છે. નવા બ્યૂટી બ્રાન્ડ માટે વધામણી."

અભિષેક બચ્ચને પણ કેટરીના કૅફને આ નવા પાત્ર માટે ગુડ લક કહ્યું છે.

 
 
 
View this post on Instagram

Presenting @kaybykatrina to all of you. It's truly a dream which has come into existence so beautifully. Thank you to my entire team, Nykaa, Falguni Nayar, Reena Chhabra and everyone for helping me achieve this..so much love to all of you from the bottom of my heart..❤ lastly..always remember, be authentic, be real, be yourself...because #ItsKayToBeYou. NOW OUT IN STORES AND NYKAA.COM (link in bio) @mynykaa #KayByKatrina #KayXNykaa #MakeupThatKares Thank u to all the beautiful women who collaborated with me on this ... you are all truly Queens! @zoieakhtar @anaitashroffadajania @nehwalsaina @therajakumari @kushakapila @jannatzubair29 @urvashi_umrao @andreakevichusa @sanathampi @priyadarshini.96 @anugrahanatarajan @haima_simoes #Nayanthara #Appoorva #Simone

A post shared by Katrina Kaif (@katrinakaif) onOct 21, 2019 at 10:26pm PDT

આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

કેટરીનાના ફિલ્મી કરિઅરની વાત કરીએ તો હવે તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશીમાં જોવા મળશે, જે આવતાં વર્ષે માર્ચમાં રિલીઝ થવાની છે. રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મમાં અક્ષય કુમાર પોલીસ ઑફિસર બન્યો છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સને આગળ વધારશે. અક્ષય અને કેટરીના, બન્નેએ રોહિત સાથે પહેલી વાર કામ કર્યું છે. આ વર્ષે કેટરીના સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળી હતી, જેણે બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધુ કલેક્શન કર્યું હતું,

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2019 06:40 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK