Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૅટરિના કૈફ અને ઈશાન ખટ્ટર જોવા મળશે હૉરર કૉમેડી ફિલ્મ 'ફોન ભૂત'માં

કૅટરિના કૈફ અને ઈશાન ખટ્ટર જોવા મળશે હૉરર કૉમેડી ફિલ્મ 'ફોન ભૂત'માં

21 July, 2020 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૅટરિના કૈફ અને ઈશાન ખટ્ટર જોવા મળશે હૉરર કૉમેડી ફિલ્મ 'ફોન ભૂત'માં

'ફોન બૂથ' 2021માં રિલીઝ થશે

'ફોન બૂથ' 2021માં રિલીઝ થશે


કોરોના વાયરસને લીધે ભલે થિયેરટ બંધ છે, પણ ફિલ્મોની રિલીઝ બંધ નથી થઈ. એ જ રીતે નવી ફિલ્મોની ઘોષણા થવાની પણ બંધ નથી જ થઈ. આજે જ કૅટરિના કૈફ (Katrina Kaif), ઈશાન ખટ્ટર (Ishaan Khatter)અને સિદ્ધાંત ચર્તુવેદી (Siddhant Chaturvedi)ની ફિલ્મ 'ફોન ભૂત'ની ઘોષણા કરવામાં આવી છે. એક્સેલ મૂવીની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે.

એક્સેલ મૂવીએ ફિલ્મની જાહેરાત કરવાની સાથે જ પોસ્ટર પણ શૅર કર્યું છે. આ હૉરર કૉમેડી ફિલ્મ છે. ફિલ્મની જાહેરાત કરતા એક્સેલ મૂવીએ કૅપ્શનમાં લખ્યું હતું કે, જ્યાં સુધી તમે હસતા રહેશો ત્યાં સુધી ડરવાની અનુમતિ છે. ફોન બૂથ આવી રહી છે 2021માં. પોસ્ટરમાં કૅટરીના, ઈશાન અને સિદ્ધાંત ત્રણેય બ્લેક કોટમાં નજરે પડે છે અને વિશેષ બાબત એ છે કે, ત્રણે કલાકાર ભાગવાની પોઝિશનમાં છે.




કૅટરીના કૈફે ફિલ્મની જાહેરાતની ખુશી ફૅન્સ સાથે શૅર કરતા લખ્યું હતું કે, ભૂતને લગતી બધી જ મુશ્કેલીઓનું એકમાત્ર ગંતવ્ય સ્થાન. ફોન ભૂત આવી રહી છે 2021માં.


ફિલ્મના અભિનેતા ઈશાન ખટ્ટરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, એમ તો ભૂત પર કોઈ લૉકડાઉન લાગૂ નથી થતું. પરંતુ આ તસવીર માર્ચ મહિનાથી લૉક્ડ હતી. આખરે આવી જ ગઈ, ભૂતની કે.

જ્યારે સિદ્ધાંત ચર્તુવેદીએ લખ્યું હતું કે, ભૂતની દુનિયામાં ત્રણ ગણી મુશ્કેલી વધી રહી છે.

2019ની સુપર હિટ ફિલ્મ 'ગલી બૉય' અને આવનારી બોક્સિંગ આધારીત ફિલ્મ 'તુફાન' બાદ એક્સેલ મૂવીની 'ફોન ભૂત' આ મોટી જાહેરાત છે. આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહ કરી રહ્યાં છે. ફિલ્મનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતે શરૂ થશે અને ફિલ્મ 2021માં રિલીઝ થવાની આશા છે. જ્યારે ફૉટોશુટ લૉકડાઉન પહેલાં જ કરવામાં આવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK