Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટરીના કૅફએ શૅર કરી પોલીસ યનિફોર્મવાળી તસવીર, જાણો શું છે ખાસ

કેટરીના કૅફએ શૅર કરી પોલીસ યનિફોર્મવાળી તસવીર, જાણો શું છે ખાસ

09 October, 2019 01:47 PM IST | મુંબઈ ડેસ્ક

કેટરીના કૅફએ શૅર કરી પોલીસ યનિફોર્મવાળી તસવીર, જાણો શું છે ખાસ

કેટરીના કૅફ (ફાઇલ ફોટો)

કેટરીના કૅફ (ફાઇલ ફોટો)


બોલીવુડ અભિનેત્રી કેટરીના કૅફ પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ 'સૂર્યવંશી'ની શૂટિંગમાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદમાં થઈ રહ્યું છે અને ફિલ્મના સેટ પરથી એક તસવીર સામે આવી છે, જે અનેક ભેદ ઉકેલી જાય છે. હકીકતે, કેટરીના કૅફે એક તસવીર શૅર કરી છે, જે પોલીસના યુનિફોર્મનો ફોટો છે અને તેના પર નેમ પ્લેટ લાગેલી છે અને કેરીનાએ પોતે જ જણાવ્યું હતું કે સૂર્યવંશીના સેટ પરથી શૅર કરવામાં આવી છે.

આ તસવીરમાં દેખાતા યુનિફોર્મ પર નામ લખેલું છે વીર સૂર્યવંશી. તો આનાથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં અક્ષયકુમારનું નામ વીર સૂર્યવંશી છે, કારણ કે ફિલ્મમાં અક્ષય કુમાર એક પોલીસનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ મેકર્સે શૅર કરેલા પોસ્ટરમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અક્ષય કુમાર પોલીસ ઑફિસરનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે.



 
 
 
View this post on Instagram

Now Shooting ? #sooryavanshi #onset @itsrohitshetty @akshaykumar @karanjohar

A post shared by Katrina Kaif (@katrinakaif) onOct 8, 2019 at 5:24am PDT


હાલ ફિલ્મને લઇને અનેક બાબતો સામે આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં અજય દેવગન અને રણવીર સિંહ પણ દેખાશે અને તેમનું ફિલ્મમાં ગેસ્ટ અપીયરેન્સ હોઇ શકે છે. એવામાં તેને સિંઘમ, સિંબા અને સૂર્યવંશીનું મિક્સચર કહેવમાં આવી રહ્યું છે. આ રોહિત શેટ્ટીની પોલીસ બેઝ્ડ ડ્રામાની ફિલ્મ છે, આ પહેલા સિંઘમ, સિંઘમ-2, સિંબા રિલીઝ થઈ ચૂકી છે.


આ પણ વાંચો : શું તમને ખબર છે આ ગુજરાતીઓ રહી ચુક્યા છે 'બિગ બૉસ'ના ઘરમાં!

જણાવીએ કે પહેલા આ ફિલ્મ 2019માં જ રિલીઝ થવાની હતી, પણ દરમિયાન સલમાન ખાનની દબંગ-3 પણ રિલીઝ થઈ રહી છે. એવામાં દબંગ-3 સાથે ટકરાવાને બદલે કરણ જોહર અને રોહિત શેટ્ટીએ ફિલ્મને આવતાં વર્ષે માર્ચમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મમાં અક્ષય કુમાર એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (એ ટી એસ)ના અધિકારી હશે. ફિલ્મમાં જબરજસ્ત એક્શન સીક્વેન્સ હશે પણ હજી આખી કાસ્ટ નક્કી કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ કન્નડની તગારૂની હિન્દી રિમેક છે, પણ અનેક ચર્ચાઓમાં સામે આવી રહ્યું છે કે મેકર્સે આ વાતને નકારી દીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 01:47 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK