સલમાન ખાન સારો સલાહકાર બની શકે છે: કૅટરિના કૈફ

Jun 02, 2019, 10:25 IST

કૅટરિના કૈફનું કહેવું છે કે સલમાન ખાન એક સારો સલાહકાર બની શકે છે. કૅટરિના અને સલમાનની ‘ભારત’ પાંચમી જૂને રિલીઝ થવાની છે.

સલમાન ખાન સારો સલાહકાર બની શકે છે: કૅટરિના કૈફ
સલમાન ખાન-કૅટરિના કૈફ

કૅટરિના કૈફનું કહેવું છે કે સલમાન ખાન એક સારો સલાહકાર બની શકે છે. કૅટરિના અને સલમાનની ‘ભારત’ પાંચમી જૂને રિલીઝ થવાની છે. આ બન્નેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. સલમાનની પ્રશંસા કરતાં કૅટરિનાએ કહ્યું, ‘સલમાન એક ફની વ્યક્તિ છે, જે તમને પૂરતી સ્પેસ પણ આપે છે જેથી તમે વસ્તુસ્થિતિને સમજીને એનું નિરીક્ષણ પણ કરી શકો. જોકે સલમાનની એવી કેટલીક સિસ્ટમ છે જે કદીક અઘરી બની જાય છે. જોકે મને હવે એની ટેવ પડી ગઈ છે. મેં તેની સાથે ‘ટાઇગર ઝ‌િંદા હૈ’માં કામ કર્યું છે અને હવે અમારી ‘ભારત’ રિલીઝને આરે છે. તે કોઈ પણ વસ્તુની વધારે પડતી તપાસ નથી કરતો. અમુક કલાકારો એવા હોય છે જે રિહર્સલ દરમ્યાન તમને ભરપૂર સલાહ આપે છે, સલમાન એવો નથી.તે ડિરેક્ટર છે અને તમને કામ કરવાની મુક્તતા આપે છે.’

સલમાન માટે પર્યાયી કરીઅર ઑપ્શન કયો હોવો જોઈએ એનો જવાબ આપતાં કૅટરિનાએ કહ્યું, ‘સલાહકાર, લોકોને સલાહ આપનાર.’

સલમાન ખાન પોતાના કામને ગંભીરતાથી લે છે: સતીશ કૌશિક

ફિલ્મમેકર અને ઍક્ટર સતીશ કૌશિકે સલમાન ખાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તે પોતાના કામને ગંભીરતાથી લે છે. સતીશ કૌશિક ‘ભારત’માં પણ જોવા મ‍ળવાના છે. સલમાન વિશે પોતાના વિચાર વ્યક્ત કરતાં સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘તે ખૂબ જ ઉત્સાહી અને પ્રેમાળ વ્યક્તિ છે અને એક શાંત ઍક્ટર છે. આજે તેની ઍક્ટિંગમાં ગંભીરતા જોવા મળે છે. તે એક સ્ટ્રૉન્ગ ઍક્ટર બની ગયો છે સાથોસાથ દિગ્ગજ સ્ટાર પણ છે અને પોતાના કામને ગંભીરતાથી લે છે.’

આ પણ વાંચો : જૂન મહિનો રહેશે ધમાકેદાર, રિલીઝ થશે આ 5 ફિલ્મ

‘ભારત’માં કામ કરવાના અનુભવ વિશે સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે મને રોલ ઑફર કર્યો હતો અને મેં સ્વીકાર્યો હતો. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. મારા માટે તો આ ઘણા સમય બાદ સલમાન સાથે ફરીથી કામ કરવાની તક છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK