પિતા વિના આ રીતે વીત્યું કેટરીનાનું બાળપણ, બાળક માટે કહી વાત

Published: May 31, 2019, 20:08 IST

કેટરીના કેફ પોતાના અંગત જીવનને લઇને ખૂબ જ ઓછી વાતો કરતી હોય છે. હવે કેટરીનાએ પહેલી વાર જણાવ્યું કે તેનું બાળપણને લઇને ખુલીને વાત કરી હતી. કેટરીના કેફે પોતાના સંતાનો માટે પણ આ વાતો કહી.

કેટરીના કૈફ
કેટરીના કૈફ

હાલ, કેટરીના કેફ પોતાની આગામી અપકમિંગ ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં કેટરીના કેફના પાત્રનું નામ કુમુદ રૈના છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટરીના કેફે એક ઇન્ટરવ્યૂમાં પહેલી વાર જણાવ્યું કે પિતા વિના કેવું રહ્યું તેનું બાળપણ.

પિતા ન હોય ત્યારે લાઇફ અધુરી લાગે છે : કેટરીના
એક ઇન્ટરવ્યૂમાં કેટરીના કેફે કહ્યું કે પિતાનું ન હોવું લાઇફમાં કઇંક છુટી ગયું હોય તેવું લાગે છે. એક દીકરી તરીકે આ ખૂબ જ ખરાબ અનુભવ હોય છે. કેટરીનાના કહ્યા પ્રમાણે દરેક પળ જ્યારે તે મુશ્કેલીમાંથી પસાર થતી ત્યારે તેને પિતાની ઉણપ અનુભવાતી હતી. કેટરીનાએ વધુમાં કહ્યું કે હું એ માનવા પર મજબૂર થઇ જતી કે તે લોકો ખુશનસીબ હોય છે જેમને પિતાનો સપોર્ટ મળે છે. તમને જણાવી દઇએ કે કેટરીનાની છ બહેનો અને એક ભાઇ છે.

બાળકો માટે કહી આ વાત
કેટરીના કેફે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે જ્યારે મારા બાળકો થશે, ત્યારે હું ઇચ્છું છું કે તેને માતા અને પિતા બન્નેનો પ્રેમ મળે. મને લોકો કહેતા હોય છે કે હું ખુશનસીબ છું કે મારા કેટલાક સાચ્ચા મિત્રો છે. તેમના પર વિશ્વાર કરું છું. મારા નજીકના મિત્રો મને સારી રીતે ઓળખે છે.

કેટરીનાએએ પણ કહ્યું કે તે સાત ભાઇ બહેનો સાથે કેવી રીતે મોટી થઇ. કેટરીનાએ કહ્યું કે, હું ખૂબ જ શાંત છોકરી હતી, હું મારા સુધી જ સિમિત રહેતી હતી. કર્ક રાશિ હોવાને કારણે હું ખૂબ જ અંતર્મુખી હતી. મને નથી ખબર કે હું એક્ટ્રેસ કેવી રીતે બની ગઇ.

આ પણ વાંચો : કૅટરિનાનું માનવું છે કે મોટા ડિરેક્ટરોએ મહિલાપ્રધાન ફિલ્મો બનાવવી જોઈએ

બાળપણમાં જ અલગ થઇ ગયા હતા માતા-પિતા
કેટરીના જ્યારે નાની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઇ ગયા હતા. કેટરીનાની માતા એક બ્રિટિશ છે. તો તેના પિતા એક કાશ્મીરી મુસ્લિમ હતા. કેટરિના અને તેની બહેનોનું પાલનપોષણ તેની માતાએ કર્યું છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK