સલમાન ખાન સાથેના સંબંધ પર કેટરીનાએ કહ્યું'હું અને સલમાન...'

Published: Sep 22, 2019, 12:22 IST | મુંબઈ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની મિત્રતા જગજાહેર છે. બી ટાઉન સહિત કેટલાક ફેન્સ તો તેમને કપલ પણ માને છે. જો કે આ વાત હવે જૂની થઈ ચૂકી છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ
સલમાન ખાન અને કેટરીના કૈફ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફની મિત્રતા જગજાહેર છે. બી ટાઉન સહિત કેટલાક ફેન્સ તો તેમને કપલ પણ માને છે. જો કે આ વાત હવે જૂની થઈ ચૂકી છે. સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે ક્યારેક ગાઠ સંબંધો હતા, પરંતુ એક સમયે બંનેએ પોતાના રસ્તા પસંદ કરી લીધા. બાદમાં બંનેના સંબંધો વણસ્યા પણ હતા. બ્રેક અપ બાદ બ બંનેએ એકબીજા સાથે ફિલ્મો પણ કરી છે.

સલમાન ખાન અને કેટરીના કૈફની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ભારત પણ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આ સાથે જ બંને વચ્ચે અફેર હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથેની એક વાતચીતમાં કેટરીના કૈફને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો. ત્યારે કેટરીના કૈફે કહ્યું કે,'અમે બંને જૂની વાતો ભૂલીને આગળ વધી ચૂક્યા છીએ અને હવે અમે બંને બસ સારા મિત્રો છીએ.'

આ દરમિયાન કેટરીના કૈફે સલમાન ખાનના વખાણ કર્યા અને તેમને એક ગાઢ મિત્ર ગણાવ્યા. કેટરીના કૈફે કહ્યું,'16 વર્ષથી અમે એકબીજાના મિત્રો છીએ. તે એક સારા મિત્ર છે. જ્યારે જરૂર હોય, ત્યારે ત્યારે મદદ કરે છે. ભલે તે તમારા સંપર્કમાં હોય કે ન હોય, પણ તમારું ધ્યાન તો રાખ જ છે. તે તમારી સાથે સંપર્કમાં નહીં હોય, તો પણ મિત્રોની મદદ માટે તો ઉભા જ રહેશે.

આ પણ વાંચોઃ Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...

કેટરીના કૈફના આ જવાબથી ફરી એકવાર સલમાન અને તેના અફેરની ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યુ છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો કેટરીના કૈફ ટૂંક સમયમાં જ અક્ષયકુમારની ફિલ્મ સૂર્યવંશીમાં દેખાશે. તો સલમાન ખાન હાલ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના રોજ રિલીઝ થવાની છે. સાથે જ સલમાન બિગ બોસ 13નું પણ શૂટિંગ કરી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK