200 કરોડના લગ્નમાં કેટરીનાએ કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

Published: Jun 22, 2019, 16:07 IST

200 કરોડની આ વેડિંગમાં કેટરીનાએ પોતાના સોન્ગ શીલા કી જવાની પર જબરજસ્ત પર્ફોર્મન્સ આપી હતી. તેના આ પર્ફોર્મન્સના કેટલાક વીડિયોઝ વાયરલ થયા છે.

કેટરીના (ફાઇલ ફોટો)
કેટરીના (ફાઇલ ફોટો)

ભારતની સફળતાથી ખુશ કેટરીના કૈફ તાજેતરમાં જ એક હાઇ પ્રોફાઇલ લગ્નમાં જોવા મળી. તેણે આ લગ્નમાં લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. ઉત્તરાખંડના ઔલીમાં થયેલા આ લગ્નમાં કેટરીના સિવાય રેપર બાદશાહ અને ટીવી સ્ટાર સુરભિ જ્યોતિ પણ પહોંચી હતી. કેટરીનાએ આ લગ્નમાં પોતાના હિટ નંબર્સ પર જબરજસ્ત ડાન્સ કર્યો. 200 કરોડની આ વેડિંગમાં કેટરીનાએ પોતાનાં હીટ સોન્ગ શીલા કી જવાની પર પર્ફોર્મ કર્યું હતું. તેના આ પર્ફોર્મન્સના વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે.

નોંધનીય છે કે આ લગ્ન ગુપ્તા બ્રધર્સ (અતુલ ગુપ્તા અને અજય ગુપ્તા)ના દીકરાઓના હતા. હાઇકોર્ટના આદેશ બાદ આ ગ્રાન્ડ વેડિંગ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. લગ્નોત્સવ 18 જૂનથી 22 જૂન સુધી ચાલશે. મહેમાનો માટે 5 સ્ટાર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બિઝનેસમેન અજય ગુપ્તાના દીકરા સૂર્યકાંતના લગ્ન 20 જૂને થઈ ચૂક્યા છે. તો તેમના ભાઈ અતુલ ગુપ્તાના દીકરા શશાંકના લગ્ન 22 જૂન એટલે કે આજે છે. સૂર્યકાંતના લગ્ન ડાયમંડ વેપારી સુરેશ સિંઘલની દીકરી કૃતિકા સિંઘલ સાથે અને શશાંકના લગ્ન દુબઇના બિઝનેસમેન વિશાલ જલાનની દીકરી શિવાંગી જલાન સાથે છે.

લગ્નને ગ્રાન્ડ બનાવવા માટે બોલીવુડથી લઈને ટીવી અને મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના કેટલાય સિતારાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ ગ્રાન્ડ વેડિંગમાં ડેકોરેશન માટે મનમોહક ફૂલ સ્વીટ્ઝરલેન્ડથી મંગાવવામાં આવ્યા હતા. જેના પર 5 કરોડ જેટલો ખર્ચ થયો. ઔલીના રસ્તાઓ ફૂલોથી શણગારવામાં આવ્યા.

આ પણ વાંચો : એરપોર્ટ પર દીપિકા પાસેથી સુરક્ષાકર્મીએ માંગ્યું ID, દીપિકાએ કર્યું આવું

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના અક્ષય કુમારની સાથે સૂર્યવંશીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ આવતાં વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. કેટરીના આ ફિલ્મમાં ઘણાં સમય બાદ અક્ષય સાથે કામ કરતી દેખાશે. ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી છે. અને આ ફિલ્મ સિંઘમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK