Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારો વર્કઆઉટ પ્લાન હું પોતે તૈયાર કરું છું : કૅટરિના કૈફ

મારો વર્કઆઉટ પ્લાન હું પોતે તૈયાર કરું છું : કૅટરિના કૈફ

29 February, 2020 04:08 PM IST | Mumbai

મારો વર્કઆઉટ પ્લાન હું પોતે તૈયાર કરું છું : કૅટરિના કૈફ

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


કૅટરિના કૈફ જાતે જ પોતાના વર્કઆઉટ પ્લાન બનાવે છે. ફિટનેસને વધુ મહત્ત્વ આપતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘હું ફિટનેસને વધુ મહત્ત્વ આપું છું અને રોજ એકથી ત્રણ કલાક વર્કઆઉટ કરું છું. મને મારી જાતને ચૅલેન્જ આપવી ગમે છે એથી હું જાતે જ મારો વર્કઆઉટ પ્લાન તૈયાર કરું છું. એમાં સ્ક્વૉટ્સ, પુશ-અપ્સ, લન્જિસનો સમાવેશ થાય છે. હું સાથે જ પિલાટેઝ અને યોગ પણ કરું છું. કાર્ડિયો, વેઇટ-ટ્રેઇનિંગની સાથે ફંક્શનલ ટ્રેઇનિંગ (એક્સરસાઇઝનો એક ભાગ)નો પણ સમાવેશ કરું છું. આ સિવાય હું ટ્રેન્ડી વર્કઆઉટ જેવા કે TRX, બોસુ બૉલ, કેટલબેલ્સ અથવા પાવરપ્લેટ્સ કરું છું.’

ફિટનેસની સાથે કૅટરિના જમવામાં પણ ખાસ તકેદારી રાખે છે. એ વિશે જણાવતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘મેં એક નિયમ બનાવ્યો છે. એ પ્રમાણે હું ગ્લુટન, રિફાઇન્ડ શુગર્સ અને ડેરી પ્રોડક્ટ્સ નથી ખાતી. સવારના હું હૂંફાળું ગરમ પાણી ચાર ગ્લાસ પી જાઉં છું. દર બે કલાકે ઉકાળેલાં શાકભાજી અને ફળો ખાઉં છું. સિરિયલ્સ, બ્રેકફાસ્ટમાં ઓટમીલ, ગ્રિલ્ડ ફિશ, ફળીઓ અને ગ્રીન સૅલડ લંચમાં લઉં છું. સાંજે બ્રેડ સાથે પીનટ બટર અને ડિનરમાં સૂપ, ફિશ અને સૅલડ ખાઉં છું. હું મારી જાતને હંમેશાં હાઇડ્રેટેડ રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 04:08 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK