જાહ્નવી કપૂરના શૉર્ટ્સ પર કેટરીનાની કમેન્ટ, સોનમે આપ્યો જવાબ

Published: Jun 02, 2019, 12:24 IST | મુંબઈ

કેટરીના કૈફ તાજેતરમાં જાહ્નની કપૂરના શોર્ટ્સને લઈને કમેન્ટ કરી હતી. જેનો હવે સોનમ કપૂરે જવાબ આપ્યો છે.

જાહ્નવી કપૂરના શૉર્ટ્સ પર કેટરીનાની કમેન્ટ, સોનમે આપ્યો જવાબ
જાહ્નવી કપૂરના શૉર્ટ્સ પર કેટરીનાની કમેન્ટ, સોનમે આપ્યો જવાબ

ફિલ્મ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત કેટરીના કૈફનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. ફિલ્મના પ્રમોશન માટે નેહા ધુપિયાના શોમાં પહોચેલી કેટરિનાએ જહ્નાવી કપૂરના ડ્રેસિંગને લઈને ચિંતા વ્યક્ત કરી. જો કે જાહ્નવી વતી કઝિન સોનમ કપૂરે તેનો વળતો જવાબ પણ આપી દીધો.

SONAM STATUS


નેહા ધૂપિયાએ સવાલ પુછ્યો હતો કે કોઈ એવી એક્ટ્રેસનું નામ જણાવો જે પોતાના જીમ વેર અને વર્કિંગ ડ્રેસઅપમાં ઓવર ધ ટોપ હોય. કેટરીનાએ તેનો જવાબ આપતા રહ્યું કે- તે ઓવર ધ ટોપ તો નથી પણ હું જહ્નાવી કપૂરના શૉર્ટ ડ્રેસ અપને લઈને ખૂબ જ ચિંતિત છું. અમે ઘણી વાર સાથે જીમ કરીએ છે. પરંતુ ઘણીવાર તેના શૉર્ટ્સની મને ચિંતા થાય છે. કેટરીનાના આ નિવેદનનો જાહ્નવીએ તો કોઈ જવાબ ન આપ્યો પરંતુ સોનમ પૂરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં તેનો જવાબ કેટરીનાને આપ્યો છે.

JANHVI KAPOORસોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામમાં જાહ્નવીની ડેનિમ શૉર્ટ્સમાં તસવીર શેર કરતા લખ્યું કે, તે રેગ્યુલર કપડા પણ પહેરે છે અને તેમાં શાનદાર લાગે છે. સોનમ કપૂરે આ તસવીરમાં કેટરીનાનું નામ મેન્શન નથી કર્યું પરંતુ તેને કેટરીનાની ચિંતાનો જ જવાબ માનવામાં આવી રહ્યો છે. બોલીવુડમાં કેટ ફાઈટ સામાન્ય વાત છે. કેટરીના અને સોનમ કપૂર વચ્ચે તે સાફ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ વીરે દી વેડિંગની રિલીઝને એક વર્ષ થતાં સોનમ કપૂરે વ્યક્ત કરી લાગણી

મહત્વનું છે કે કેટરીના કૈફ હાલ ભારતના પ્રમોશનમાં વ્યસ્ત છે. 5 જૂને ઈદના દિવસે ફિલ્મ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં કેટરીનાના કિરદારનું નામ કુમુદ છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK