Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન અને શાહરુખ મારી મજાક કરી શકે છે : કેટરિના

સલમાન અને શાહરુખ મારી મજાક કરી શકે છે : કેટરિના

06 November, 2012 07:54 AM IST |

સલમાન અને શાહરુખ મારી મજાક કરી શકે છે : કેટરિના

સલમાન અને શાહરુખ મારી મજાક કરી શકે છે : કેટરિના







કૅટિરના કૈફની ગણતરી હાલમાં બૉલીવુડની ટોચની હિરોઇનોમાં થાય છે. આ સંજોગોમાં પણ સલમાન ખાન તેની હિન્દી બોલવાની સ્ટાઇલ કે પછી બીજી કોઈ વાતની જાહેરમાં મજાક ઉડાવવાની એક પણ તક નથી છોડતો. તાજેતરમાં ‘જબ તક હૈ જાન’ના પ્રમોશન માટે યોજાયેલી એક પ્રેસ-કૉન્ફરન્સમાં શાહરુખ ખાને પણ સલમાનની જેમ કૅટિરનાની ભરપૂર મજાક ઉડાવી હતી. જોકે ખેલદિલ કૅટરિનાને તેના સહકલાકારોના આ અભિગમ સામે કોઈ ફરિયાદ નથી, કારણ કે તેને લાગે છે કે તેમની સાથેના તેના સંબંધો એટલા મજબૂત છે કે તેઓ આવી મજાક કરી શકે છે.

કૅટિરના પહેલાં સલમાનની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી હતી અને હવે જ્યારે તેમના સંબંધોનો અંત આવી ગયો છે ત્યારે હવે તે પહેલી વાર શાહરુખ સાથે ‘જબ તક હૈ જાન’માં કામ કરી રહી છે. સલમાન અને શાહરુખની તેની જાહેરમાં મજાક કરવાની આદત વિશે વાત કરતાં કૅટરિના કહે છે કે ‘મારો સલમાન અને શાહરુખ બન્ને સાથે એકદમ ઓપન અને મજબૂત સંબંધ છે જેના કારણે જ તેઓ બેધડક રીતે જાહેરમાં મારી મજાક કરી શકે છે. હું સલમાનને બહુ લાંબા સમયથી ઓળખું છું અને તે મારો બહુ જ સારો મિત્ર છે. શાહરુખ એક સારો સહકલાકાર હોવા ઉપરાંત બિનધાસ્ત વ્યક્તિત્વ ધરાવે છે. જો તેઓ લોકોનું મનોરંજન કરવા માટે મારી મજાક ઉડાવતા હોય તો એનું એક જ કારણ છે કે તેમના સંબંધ મારી સાથે એટલા મજબૂત છે કે તેઓ કોઈ ડર રાખ્યા વગર મારી મજાક ઉડાવી શકે છે.’

કૅટરિના સ્વીકારે છે કે તેને પણ સારી મજાક માણવાનું ગમે છે.  પોતાની લાગણી વ્યક્ત કરતાં તે કહે છે, ‘મોટા ભાગની મિડિયા ઇવેન્ટ વારંવાર પુછાતા ચવાઈ ગયેલા સવાલોને કારણે કંટાળાજનક બની જતી હોય છે અને વાતાવરણમાંથી આ કંટાળાની લાગણી દૂર કરવા માટે જો તેઓ મારી મજાક કરીને હાસ્યનું મોજું ફેલાવતા હોય તો મને એમાં કંઈ ખોટું નથી લાગતું. આના કારણે વાતાવરણમાં જાન ફૂંકાઈ જાય છે અને લોકોને પણ મજા પડી જાય છે. મને આમાં કંઈ ખોટું નથી લાગતું. અમે બધા અહીં કામ કરવા માટે આવ્યા છીએ અને મને મારી જાત માટે કંઈ બહુ અહોભાવ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2012 07:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK