અજબ પ્રેમ કી ગઝબ કહાની : રણબીર-કૅટને સાથે સાઇન કરો તો પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ

Published: 6th October, 2014 03:01 IST

એકબીજાને વધુ સમય સાથે રહેવા મળે એ માટે બન્નેએ આવો કીમિયો અજમાવ્યો છે ને આ કીમિયો તેમણે બૉલીવુડમાં અમલમાં પણ મૂકી દીધો


Ranbir Katrinaરશ્મિન શાહ

વાત સહેજેય ખોટી નથી. રણબીર કપૂર અને કૅટરિના કૈફને જો અલગ-અલગ સાઇન કરવાં હોય તો બન્નેની ફી મોટી થઈ જાય છે, પણ જો બન્નેને એકસાથે સાઇન કરવાં હોય તો બન્ને લવબર્ડ્સે સાથે સાઇન થવા માટે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. હકીકત એ છે કે વધુ ને વધુ સમય સાથે રહેવા મળે એ માટે રણબીર અને કૅટરિનાએ આ રસ્તો અપનાવ્યો છે અને આ રસ્તો અપનાવ્યા પછી બન્નેએ એને અમલમાં પણ મૂકી દીધો છે.

રણબીર અને કૅટરિના વચ્ચે અફેર ચાલી રહ્યું છે એ હવે જગજાહેર છે અને બન્ને એકમેકને મળવા માટે ગમે ત્યાંથી સમય શોધી લે છે એની પણ હવે બધાને ખબર છે. એમ છતાં અલગ-અલગ ફિલ્મ હોય એવા સમયે બન્નેના શેડ્યુલ અલગ હોય છે અને મળવા માટે સમય કાઢવાનું અઘરું થઈ જાય છે. એવું ન બને એ માટે રણબીર અને કૅટરિના એવી ટ્રાય કરવા માગે છે કે બન્ને એક જ ફિલ્મ કરી રહ્યાં હોય. એનો સીધો ફાયદો પ્રોડ્યુસર-ડિરેક્ટરને થાય એ માટે સાથે સાઇન કરવામાં આવે તો બન્નેએ પોતાની ફી ઘટાડી નાખવાનો નિર્ણય લીધો છે. એ માટે કૅટરિનાને ઑફર આવે ત્યારે તે અને રણબીરને ઑફર આવે ત્યારે રણબીર પણ હવે ડિરેક્ટર-પ્રોડ્યુસર સાથે આ વાત કરી લે છે અને એકબીજાને કન્સલ્ટ પણ કરે છે. જોકે બન્ને એ વાતનું ધ્યાન રાખે છે કે સાથે ફિલ્મ કરવાની લાયમાં નબળી સ્ક્રિપ્ટ હાથમાં ન આવી જાય.

રણબીર અને કૅટરિનાએ અત્યાર સુધીમાં ત્રણ મોટા પ્રોડ્યુસરને આ પ્રકારની ઑફર આપી છે. અત્યારે બન્ને ‘જગ્ગા જાસૂસ’ સાથે કરે છે, પણ બન્નેની ઇચ્છા છે કે બહુ ઝડપથી બીજી બેથી ત્રણ ફિલ્મો સાથે સાઇન કરી લે જેથી આવતા સમયમાં પણ સાથે રહેવાનો ઑફિશ્યલ સમય મળી રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK