‘બિગ બૉસ’ના ઘરમાં કાશિફ કુરેશી કરશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી
હૈદરાબાદનો આ માર્શલ આર્ટિસ્ટ કોઈ કૉમન મૅન નથી એવું આ પહેલાં જ સાબિત થઈ ચૂક્યું છે. કાશિફ પહેલેથી સલમાન ખાનને ઓળખે છે ને એટલે તેને આ શોમાં સ્પર્ધક તરીકે એન્ટ્રી મળી છે. તેણે સલ્લુ સાથે ‘વૉન્ટેડ’માં કામ પણ કર્યું છે.
કાશિફની ‘બિગ બૉસ’ના ઘરમાંથી આટલી ઝડપથી ઍક્ઝિટ થઈ ગઈ એ વાતની સૌને નવાઈ લાગી હતી, કેમ કે તે ઘરમાં સારોએવો તમાશો ક્રીએટ કરતો હતો. જોકે હવે તેને ફરીથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવશે.
ગયા વર્ષે પણ સલમાનના કહેવાથી ચૅનલે મહેક ચહલને સ્પર્ધક તરીકે લીધી હતી અને તે પણ એક વાર આઉટ થઈ ગયા પછી ફરી હોસ્ટના આગ્રહથી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પામી હતી.