આ કારણથી બીમાર પડી હિના ખાન, શૅર કર્યો ઉદાસ ફોટો

Published: Jun 24, 2019, 15:07 IST | મુંબઈ

હિના ખાન વિક્રમ ભટ્ટની આવનારી બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરશે.

હિના ખાન
હિના ખાન

ટીવી શૉ 'કસૌટી જિંદગી કી 2'માં કોમોલિકાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ હિના ખાન હાલ ઘણી ઉદાસ છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી હિના ખાને પોતાના ફૅન્સ માટે એક તસવીર શૅર કરી છે, જેમાં તે ઘણી દુ:ખી અને ઉદાસ નજર આવી રહી છે. પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર આ તસવીર શૅર કરી હિના ખાને કેપ્શનમાં લખ્યું છે- 'અનવેલ'. એક રિપોર્ટ અનુસાર હિના ખાન થોડા સમયથી બીમાર છે અને હાલ આરામ કરી રહી છે.

જણાવી દઈએ કે ટીવી રિયલ્ટી શૉ બિગ બોસત જીત્યા બાદ હિના ખાન ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં હિના ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે, જેના પર તે કામ કરી રહી છે. હિના ખાન સમયસર પોતાના પ્રોજેક્ટ પૂરા કરવા માંગે છે અને એના લીધે છેલ્લા 5-6 મહિનાથી ઘણી વ્યસ્ત છે.

hina-khan-unwell

એકતા કપૂરનો હિટ શૉ 'કસૌટી જિંદગી કી 2'થી બ્રેક લઈને હિના ખાને એક શોર્ટ ફિલ્મ અને મ્યૂઝિક અલ્બમની શૂટિંગ પૂરી કરી. બાદ મે મહિનામાં હિના ખાન પહેલી વાર કાન્સ ફિલ્મ સમારોહમાં સામેલ થઈ, જ્યાં તે બે વાર રેડ કાર્પેટ પર નજર આવી. હિના ખાનનો કાન્સ લૂક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો.

આ પણ વાંચો : શું દિશા પટણી અને ટાઈગર શ્રોફનું થઈ ગયું બ્રેકઅપ?

ભારત પાછા ફર્યા બાદ હિના ખાને એક ફિલ્મની શૂટિંગ શરૂ કરવાની સાથે ઘણા સોશિયલ ઈવેન્ટ્સમાં પણ હાજર રહી હતી. આ રીતના નૉન-સ્ટોપ કામ દરમિયાન હિના ખાનને આરામ મળ્યો નથી, આ કારણથી તે બીમાર પડી ગઈ. જોકે સારી થઈને ટૂંક સમયમાં પોતાના કામ પર પાછી ફરશે. જણાવી દઈએ કે હિના ખાન વિક્રમ ભટ્ટની આવનારી બૉલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ કરશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK