12 લૂક બાદ ફાઈનલ થયો કસૌટીના મિસ્ટર બજાજનો આ લુક, જુઓ તસવીરો

Updated: Jul 09, 2020, 10:42 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કરણ પટેલને મિસ્ટર બજાજનો લુક આપવા એકતા કપૂરે લીધો વિશેષ રસ

મિસ્ટર રીષભ બજાજના લુકમાં કરણ પટેલ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
મિસ્ટર રીષભ બજાજના લુકમાં કરણ પટેલ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી હતી કે 'કસૌટી ઝિંદગી કી 2'માં કરણ સિંગ ગ્રોવરની જગ્યાએ મિસ્ટર રીષભ બજાજનું પાત્ર કોણ ભજવશે. હમણા થોડાક દિવસ પહેલા જ મેકર્સે આ પાત્ર માટે કરણ પટેલને ફાઈનલ કર્યો છે. આ રોલ માટે ગૌરવ ચોપડા અને શરદ કેરકળના નામ બહુ ચર્ચાયા હતા. પરંતુ જ્યારથી કરણ પટેલનું નામ ફાઈનલ થયું ત્યારથી ફૅન્સ તેના લૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે કરણ પટેલનો લુક જાહેર થયો છે અને સોશ્યલ મીડિયા પર તસવીરો પણ વાયરલ થઈ છે. કરણ પટેલનો લુક જોઈને ખરેખર એપિસોડની રાહ જોવાની ઈચ્છા થાય. કહેવામાં આવી રહ્યું છે કે, કરણ પટેલના લુક માટે એકતા કપૂરે વિશેષ રસ લીધો હતો

Karan Patel

'કસૌટી ઝિંદગી કી 2'ના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા સૂત્રોએ આપેલી માહિતી મુજબ, શોના મેકર્સ કરણ પટેલની એન્ટ્રી ભવ્ય રીતે બતાવવાના પ્લાનિંગમાં છે. લૉકડાઉન પછી શોની TRP જાળવી રાખવી એ એક પડકાર છે. એકતા કપૂર આ મુદ્દે કોઈ ચાન્સ લેવા માગતી નથી. એકતાને આશા છે કે, કરણ પટેલની એન્ટ્રી દર્શકોની વચ્ચે ઉત્સુકતા જગાવશે અને તેથી જ તે આ પાત્રમાં અંગત રીતે રસ લઈ રહી છે. શોની ક્રિએટિવ ટીમ પણ કરણની એન્ટ્રીથી લઈને લુક સહિતની તમામ બાબતોની ચર્ચા એકતા કપૂરની સાથે કરે છે. લગભગ 12 લુક રિજેક્ટ કર્યાં બાદ એકતા કપૂરે મિસ્ટર બજાજનો લુક ફાઈનલ કર્યો હતો.

Karan Patel

બીજી બાજુ પોતાના લુકને પર્ફેક્ટ બનાવવા માટે કરણ પટેલે ક્લીન શેવ કર્યું છે અને હૅરસ્ટાઈલ પણ બદલી છે.

Karan Patel

એક ન્યુઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે જણાવ્યું હતું કે, મિસ્ટર બજાજનો રોલ મારા માટે પડકારરૂપ છે. આ રોલ ભજવવો એ મારી માટે આનંદની વાત છે. રીષભ બજાજના લુકને ફાઈનલ કરવામાં થોડો સમય લાગ્યો હતો. કારણ કે હું અને ક્રિએટિવ ટીમ ઈચ્છતા હતા કે, જ્યારે મિસ્ટર બજાજ ઓડિયન્સની સામે આવે ત્યારે એક અલગ જ ઓળખ બને. આશા છે કે હું લોકોની અપેક્ષા પર ખરો ઊતરીશ. વ્યક્તિગત રીતે હું આ લુકથી સંતુષ્ટ છું. ઓડિયન્સ પાસેથી પોઝિટિવ રિસ્પોન્સની આશા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK