કસોટી ઝિંદગી 2ની ટીમ નવા બજાજની શોધમાં, એકતા કપુરે શેર કર્યો વીડિયો

Published: May 06, 2019, 12:46 IST

પ્રેરણાના પિતાનું મર્ડર પણ કોમોલિકાએ જ કરાવ્યુ હતું. શૉમાં અત્યારે હાઇવૉલ્ટેજ ડ્રામા ચાલે છે.

કસોટી ઝિન્દગી કી (ફાઇલ ફોટો)
કસોટી ઝિન્દગી કી (ફાઇલ ફોટો)

કસોટી ઝિન્દગી કી 2માં ટૂંક સમયમાં જ કોમોલિકાનો ભેદ ખુલવાનો છે, ફરી એક વાર પ્રેરણા અને અનુરાગ એકબીજાના થવાના છે. પણ આ સ્ટોરીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે તે છે મિસ્ટર બજાજના નામનો. શૉમાં ટૂંક સમયમાં જ મિસ્ટર બજાજની એન્ટ્રી થવાની છે. આ પાત્ર માટે એજાઝ ખાનનું નામ સામે આવી રહ્યું છે પણ ફાઇનલ ટેગ કયા નામને મળે છે તે હજી સુધી નક્કી થયું નથી.

હવે કસોટી ઝિન્દગી કીના જબરજસ્ત પાત્ર મિસ્ટર બજાજ કોણ હશે તે આગામી બે દિવસોમાં ખબર પડી જશે. પણ જૂના મિસ્ટર બજાજનું પાત્ર ભજવતાં રોનિત રૉયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર કસોટીની પ્રૉડ્યુસર ટેલી ક્વીન એકતા કપૂરે શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રેરણાનું પાત્ર ભજવતી શ્વેતા તિવારી અને મિસ્ટર બજાજનું આઇકોનિક પાત્ર ભજવતા રોનિત રૉય વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રિ જોવા મળે છે.

એકતાએ આ વીડિયો શેર કરતાં લખ્યું છે કે સમય આવી ગયો છે રોનિત રૉયે ભજવેલા આઇકોનિક પાત્ર મિસ્ટર બજાજને ગુડ બાય કહેવાનો. નવા મિસ્ટર બજાજની શોધ શરૂ થઇ ગઇ છે. રોનિત રૉયે કેટલાય પાત્ર ભજવ્યા છે પણ આ પાત્ર હંમેશા આઇકોનિક રહેશે. અત્યાર સુધી અનુરાગ, પ્રેરણા, નિવિ, કોમોલિકા આ બધા પર્ફેક્ટ મેચ થયા જે મિસ્ટર બજાજ થશે... એકતા કપૂરની આ પોસ્ટ પર હિના ખાને કમેન્ટ કરી છે કે શું હું મિસ્ટર બજાજને મળી શકીશ કે નહીં. શૉમાં પ્રેરણાનું પાત્ર ભજવતી એરિકાએ કમેન્ટ કરીને પૂછ્યું છે કે કોણ છે મિસ્ટર બજાજ?

આ પણ વાંચો : ઓ મા, માતાજી ! હવે દર્શકો પસંદ કરશે કોણ બનશે દયાભાભી !

તાજેતરમાં ચાલતાં પ્લૉટમાં દર્શાવવામાં આવે છે કે શૉમાં અનુરાગના પિતા મૌલૉય બાસુ હોંશમાં આવ્યા છે અને તે કોમોલિકાનો ભેદ ખોલવાના છે. કોમોલિકાએ મૌલૉય બાસુનો એક્સિડેન્ટ પ્લાન કરીને તેને મારવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે તેઓ કોમોલિકાની હકીકત જાણી ગયા હતા. પણ તેની મૃત્યુ થવાને બદલે તે કૉમામાં જાય છે. આ સિવાય પ્રેરણાના પિતાનું મર્ડર પણ કોમોલિકાએ જ કરાવ્યુ હતું. શૉમાં અત્યારે હાઇવૉલ્ટેજ ડ્રામા ચાલે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK