Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લખનઉ પોસ્ટ-ઑફિસે બહાર પાડી કાર્તિક આર્યનની પોસ્ટલ સ્ટેમ્પ્સ

લખનઉ પોસ્ટ-ઑફિસે બહાર પાડી કાર્તિક આર્યનની પોસ્ટલ સ્ટેમ્પ્સ

17 August, 2019 10:47 AM IST |

લખનઉ પોસ્ટ-ઑફિસે બહાર પાડી કાર્તિક આર્યનની પોસ્ટલ સ્ટેમ્પ્સ

લખનઉ પોસ્ટ-ઑફિસે બહાર પાડી કાર્તિક આર્યનની પોસ્ટલ સ્ટેમ્પ્સ


લખનઉની પોસ્ટ ઑફિસે કાર્તિક આર્યનનાં પોસ્ટલ સ્ટૅમ્પ્સ બહાર પાડ્યા છે. કાર્તિક ‘પતિ, પત્ની ઔર વો’નું શૂટિંગ ઘણાં સમયથી ત્યાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે પણ જોવા મળશે. લખનઉ હૅડ ક્વોર્ટરનાં પોસ્ટલ સર્વિસનાં ડિરેક્ટર ક્રિષ્ના કુમાર યાદવે કાર્તિકને આ ભેંટ આપી છે.

આ વિશે ક્રિષ્ના કુમાર યાદવે કહ્યું હતું કે ‘અમે કાર્તિકને કંઈક એવી વસ્તુ આપવા માગતાં હતાં જે તેને હંમેશાં માટે યાદ રહી જાય. એથી જો તેની સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવે એનાથી વધુ સારી ભેંટ કંઈ ન હોઈ શકે. આ અમારા માટે એક નવી પહેલ છે. અમે જ્યારે કાર્તિક સાથે આ સ્ટેમ્પ્સ શૅર કર્યા તો તે પણ આ સ્ટૅમ્પ્સને લઈને ખુશ થયો હતો. તે જાણવા માગતો હતો કે આ સ્ટૅમ્પ્સનો લોકો કઈ રીતે ઉપયોગ કરી શકશે. અમે તેને જણાવ્યું હતું કે ન માત્ર ભારતનાં, પરંતુ વિદેશમાં વસતા લોકો પણ જ્યારે લેટર્સ લખશે ત્યારે આ સ્ટૅમ્પ્સનો ઉપયોગ કરી શકશે. એ જાણીને તે ખૂબ જ ખુશ થયો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2019 10:47 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK