કોરોના વાઇરસને કારણે માસ્ક પહેરીને શૂટિંગ કરી રહ્યો છે કાર્તિક આર્યન

Published: Mar 15, 2020, 13:42 IST | Mumbai Desk

અનીસ બઝમીની આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. કોરોનાના વધી રહેલા ત્રાસને કારણે લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે.

કાર્તિક આર્યન
કાર્તિક આર્યન

કોરોના વાઇરસને કારણે કાર્તિક આર્યન ‘ભૂલભુલૈયા 2’નું શૂટિંગ માસ્ક પહેરીને લખનઉમાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને તબુ પણ જોવા મળશે. અનીસ બઝમીની આ ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’ની સીક્વલ છે. કોરોનાના વધી રહેલા ત્રાસને કારણે લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. રાજસ્થાનમાં પણ કોરોનાના કેસ વધ્યા હોવાથી આ ફિલ્મનું શૂટિંગ લખનઉમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. કાર્તિકે એક નાનકડી વિડિયો ક્લીપ બનાવી છે જેમાં ફિલ્મના ટીમ મેમ્બર્સ પણ માસ્ક પહેરેલા છે. આ ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK