આ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકામાં નજર આવશે કાર્તિક અને જાહ્નવી!

Published: Jul 07, 2019, 15:24 IST | મુંબઈ

કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2માં કાર્તિક આર્યન અને જાહ્નવી કપૂરની ભૂમિકાઓનો ખુલાસો થઈ ગયો છે. બંને આ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકામાં નજર આવશે કાર્તિક અને જાહ્નવી!
આ ફિલ્મમાં ભાઈ-બહેનની ભૂમિકામાં નજર આવશે કાર્તિક અને જાહ્નવી!

દોસ્તાના 2 અને તેમાં કલાકારો કોણ હશે તેની જાહેરાત થઈ છે ત્યારથી જ ચાહકોમાં ઉત્સુકતા છે. ફિલ્મમાં જાહ્મવી કપૂર અને કાર્તિક આર્યન નજર આવવાના છે. સાથે જ ફિલ્મની સ્ટોરી લાઈનને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે ફિલ્મના મુખ્ય કલાકારોની જાહેરાત થઈ હતી ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે બંને એકબીજાની સામે જોવા મળશે. એટલે કે બંનેનો રોમાન્સ જોવા મળશે. પરંતુ તાજેતરમાં જાણકારી મળી છે કે દોસ્તાના 2માં બંને ભાઈ બહેનની ભૂમિકામાં જોવા મળશે.

 
 
 
View this post on Instagram

Tbt

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onJun 26, 2019 at 10:21am PDT


એક ઓનલાઈન પોર્ટલની નજીકના સૂત્રએ જણાવ્યા પ્રમાણે, "કાર્તિક અને જાહ્નવી એકબીજાની સામે નહીં જોવા મળે. પરંતુ ભાઈ-બહેની ભૂમિકા જોવા મળશે. કરણ જોહરની ફિલ્મથી ભાઈ-બહેનની નવી જોડી જોવા મળશે."

 
 
 
View this post on Instagram

🤫 Coming soon

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onJun 29, 2019 at 12:28am PDT


સૂત્રએ વધુમાં એવી પણ જાણકારી આપી છે કે જાહ્નવી અને કાર્તિકને એક જ વ્યક્તિ ગમતું હશે. અને તેના રોલમાં કોઈ નવો ચેહેરો જોવા મળશે. જેને આ ફિલ્મથી ધર્મા પ્રોડક્શન લૉન્ચ કરી રહ્યું છે.

કરણ જોહરે દોસ્તાના ફ્રેંચાઈઝની નવી ફિલ્મની જાહેરાત ટ્વિટ્ટર પર કરી હતી.


ધડકથી ડેબ્યૂ કર્યા બાદ જાહ્મવી ગુંજન સક્સેનાની બાયોપિક, તખ્ત અને રૂહી અફ્ઝા જેવી ફિલ્મોમાં કામ કરી રહી છે. જ્યારે કાર્તિક આર્યન હાલ લવ આજ કલ ટુના શૂટિંગમાં વ્યસ્ત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK