કાર્તિક આર્યનના વાળ પર ચાલી કાતર, નવા લૂકમાં ઓળખાણ મુશ્કેલ

Published: Apr 20, 2019, 15:44 IST

કાર્તિક આગામી ફિલ્મ 'લવ આજકલ 2'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલની સિક્વેન્સ છે. આ ફિલ્મ પણ ઇમ્તિયાઝ અલી ડાયરેક્ટ કરે છે.

કાર્તિક આર્યનનો નવો લૂક
કાર્તિક આર્યનનો નવો લૂક

કાર્તિક આર્યનના વાળ પર જો તમે ફિદા છો તો હવે તેનો નવો લૂક જોઇને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે કાર્તિક આર્યને પોતાના લાંબા વાળ પર કાતર ચલાવી દીધી છે અને તેનો આ નવો રૂપ જોઇને પહેલી વારમાં તો તેને ઓળખવું મુશ્કેલ જ છે.

કાર્તિકના લુક્સ અને હેરસ્ટાઇલ પર ચાહકો થઇ રહ્યા છે ફિદા

કાર્તિકના લૂક્સની સાથે તેની હેરસ્ટાઇલના પણ બધાં ફેન છે, લગભગ દરેક યુવકો તેની હેર સ્ટાઇલને ફૉલો કરી રહ્યા છે. પણ કાર્તિકે પોતાના નવા લૂક્સથી ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. તાજેતરમાં જ તેમની એક તસવીર સામે આવી છે જે વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયામાં શેર થયો આ ફોટો

તસવીરમાં કાર્તિકને જોઇને એવું લાગે છે કે તસવીર કોઇ ફિલ્મના સેટની છે. આ ફોટોમાં કાર્તિક સ્કૂલ યૂનિફોર્મમાં જોવા મળે છે. પણ યૂનિફોર્મની સાથે કાર્તિકનો લૂક તેના વાળ સૌથી પહેલા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. જે ખરેખર કોઇ સામાન્ય સ્કૂલ વિદ્યાર્થી જેવા જ છે. કાર્તિક આ લૂક્સમાં પણ ચાર્મિંગ તો દેખાય જ છે.

કાર્તિકે કહ્યું “જબ વી કટ”

આ ફોટો પહેલા કાર્તિકે પોતાની સોશિયલ મીડિયા વૉલ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે વાળ કપાવતો જોવા મળ્યો. પણ તસવીરમાં તેનો ચહેરો દેખાતો નહોતો. કાર્તિકે કૅપ્શનમાં લખ્યું હતું કે, "જબ વી કટ" તો તાગ મેળવી શકાય કે કાર્તિક પણ પોતાના આ લૂક માટે ઘણો જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો : અમદાવાદની આશકા ગોરડિયા બે વર્ષ બાદ ટેલિવિઝનમાં કરી રહી છે કમબેક

જણાવીએ કે અત્યારે કાર્તિક આગામી ફિલ્મ 'લવ આજકલ 2'ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજકલની સિક્વેન્સ છે. આ ફિલ્મ પણ ઇમ્તિયાઝ અલી ડાયરેક્ટ કરે છે. ફિલ્મમાં કાર્તિક આર્યન સામે સારા અલી ખાન પણ દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK