દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે કાર્તિક આર્યન, આ છે કારણ...

Published: Jun 04, 2020, 11:39 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

દીપિકા પાદુકોણ જે રીતે પતિ રણવીર સિંહ પર ગર્વ કરે છે તે કાર્તિક આર્યનને બહુ ગમે છે

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

અભિનેતા કાર્તિક આર્યન દીપિકા પાદુકોણની પ્રશંસા કરવાનો એકપણ મોકો છોડતો નથી. એટલું જ નહીં દીપિકા પાદુકોણ પણ કાર્તિકના પોસ્ટ પર રસપ્રદ કમેન્ટ્સ કરતી જ હોય છે. તાજેતરમાં કાર્તિકે ખુલસો કર્યો છે કે, એ દીપિકા જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. બૉલીવુડ હંગામાના ઈન્સ્ટાગ્રામ લાઈવમાં કાર્તિકને જ્યારે પુછવામાં આવ્યું કે તે કેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે ત્યારે કાર્તિકે કહ્યું હતું કે, હું દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું.

લાઈવ ચેટમાં જ્યારે કાર્તિકે ખુલાસો કર્યો કે તે દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે તેને આનું કારણ પુછવામાં આવ્યું તો કાર્તિકે જવાબ આપ્યો હતો કે, દીપિકા જે રીતે પોતાના પતિ પર ગર્વ કરે છે એ જોઈને મને સારું લાગે છે.

દીપિકા પતિ રણવીર સિંહ સાથેના ફોટો અને વીડિયો સતત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. આ લાઈવ ચેટમાં કાર્તિકને પુછવામાં આવ્યું કે, કેટરીના કૈફ સાથે સ્ક્રિન સ્પેસ ક્યારે શેર કરશે? તેના જવાબમાં કાર્તિકે કહ્યું હતું કે, હું દીપિકા પાદુકોણ સાથે પણ સારો લાગુ છું. શું તમને પણ અમારી જોડી રસપ્રદ લાગે છે? કૃપા કરીને ઈન્ડસ્ટ્રીમાં આ વાત ફેલાવો જેથી હું દીપિકા સાથે ફિલ્મ કરી શકું.

આ પહેલાં જ્યારે કાર્તિકની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો' રિલીઝ થઈ ત્યારે દીપિકા અને કાર્તિકે એરપોર્ટ પર 'ધીમે ધીમે' ગીત પર ડાન્સ કર્યો હતો જે સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો હતો. ત્યારે કાર્તિકે દીપિકા સાથેનો ફોટો શૅર કરતા કૅપ્શન આપ્યું હતું કે, છે કોઈ ડાયરેક્ટરમાં દમ?

ફક્ત દીપિકા જ નહીં પરંતુ કરીના પણ કાર્તિકની ફેવરિટ છે. થોડાક દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂના રેપિડ ફાયર રાઉન્ડમાં કાર્તિકને પુછવામાં આવ્યું હતું કે, આઈલેન્ડ પર કોની સાથે ફસાવા માંગીશ? તો કાર્તિકે જવાબમાં કરીના કપૂર ખાનનું નામ લીધું હતું અનેક કહ્યું હતું કે, એ મારી ફેવરિટ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK