Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યને હાથ જોડીને પુછ્યૂ, 'પ્લીઝ જણાવી દો, રસોડે મેં કૌન થા?'

કાર્તિક આર્યને હાથ જોડીને પુછ્યૂ, 'પ્લીઝ જણાવી દો, રસોડે મેં કૌન થા?'

27 August, 2020 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાર્તિક આર્યને હાથ જોડીને પુછ્યૂ, 'પ્લીઝ જણાવી દો, રસોડે મેં કૌન થા?'

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


સ્ટાર પ્લસની સિરિયલ 'સાથ નિભાના સાથિયા' સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થઇ ગયા છે. પરંતુ તાજેતરમાં યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયોને કારણે આ સિરિયલનો એક સીન બહુ જ ચર્ચામાં આવ્યો છે અને સોશ્યલ મીડિયા પર દરેક બાજુ ટ્રેન્ડ થઈ રહ્યું છે કે, 'રસોડે મેં કૌન થા?' લોકો એકબીજાને મસ્તમાં પૂછી રહ્યાં છે. 'રસોડે મેં કૌન થા?' હવે અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) પણ પુછી રહ્યો છે અને લોકો તેને જવાબ પણ આપી રહ્યાં છે. જો કે, અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar)એ કાર્તિક આર્યનની આ પોસ્ટનો જબરજસ્ત જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Exclusive Rupal Patel: ખાલી કૂકર-ચણાના ટ્રેન્ડ અંગે કોકિલાબેન શું કહે છે



સોશ્યલ મીડિયા પર અત્યારે ચારેય તરફ કોકીલા બેનનો રેપ વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે કાર્તિક આર્યનને જાણવાની ઉત્સુકતા થઈ છે કે, 'રસોડે મેં કૌન થા?' તાજેતરમાં જ અભિનેતાએ સોશ્યલ મીડિયા પર હાથ જોડીને એક ફોટો શૅર કર્યો છે. સાથે જ લખ્યું છે કે, 'પ્લીઝ જણાવી દો, રસોડે મેં કૌન થા?'


 
 
 
View this post on Instagram

Please bata do ?? Rasode mein kaun tha

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) onAug 26, 2020 at 1:12am PDT


અભિનેતાના આ પોસ્ટ બાદ ફૅન્સ જુદી જુદી કમેન્ટ્સ કરી રહ્યાં છે. પરંતુ આ બધામાં સૌથી વધુ આકર્ષણ કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'ની કો-સ્ટાર રહી ચુકેલી અભિનેત્રી ભૂમિ પેડણેકરની કમેન્ટ છે. ભૂમિએ કમેન્ટ કરી છે કે, 'શૂટ કરતાં સમયે તો રસોડામાં ફક્ત હું જ હતી. #tb #patipatniaurwoh'.

Insta Comment

કાર્તિક આર્યનની પોસ્ટ પર ભૂમિ પેડણેકરે કરેલી કમેન્ટ

આ પણ વાંચો: રસોડે મેં કૌન થા?: રાશી વહુ, કોકિલા, ચણા અને પ્રેશર કૂકરની કથા થઇ વાઇરલ

કાર્તિક આર્યનની આ પોસ્ટ પર ફૅન્સ પણ બહુ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યાં છે. કોઈ યુર્ઝસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લખે છે તો કોઈ યુર્ઝસ સારા અલી ખાનનું. સાથે જ યુર્ઝસ અભિનેતાના લુકના પણ વખાણ કરી રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2020 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK